________________
૨૯: પરાક્રમ
૧૮૯ પદ્દમો ગુણ તે “મનઃસમાધારણા' અર્થાત મનને (સિદ્ધાંતમાં જણાવેલે) શુભ સ્થાને સ્થિરતાપૂર્વક સ્થાપવું છે. તેનાથી જીવ એકાગ્રતા પ્રાપ્ત કરી, જ્ઞાનનો વિકાસ સાધી તથા શ્રદ્ધાની વિશુદ્ધિ સંપાદન કરી, મિથ્યાત્વનું નિવારણ કરે છે.
પ૭ ગુણ તે “વચ સમાધારણ” અર્થાત વાણુને (સ્વાધ્યાયાદિ) શુભ કાર્યમાં સ્થાપન કરવી છે. તેનાથી છવ શ્રદ્ધા-રૂચિ (દર્શન)નો વિકાસ સાધી શકે છે. તેથી તેને સદ્ધર્મની પ્રાપ્તિ સુલભ થાય છે અને તેમાં પ્રતિબંધક વસ્તુઓ દૂર થાય છે.
૫૮મો ગુણ તે “કાયસમાધારણું” અર્થાત કાયાને (સંચમરૂપી) શુભ માર્ગમાં સ્થાપવી તે. તેનાથી જીવ ચારિત્રનો વિકાસ સાધી તેની સંપૂર્ણતા પ્રાપ્ત કરે છે; અને પછી આયુષ્ય પૂરું થતાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે.
૫૯ ગુણ તે “જ્ઞાનસંપન્નતા” અર્થાત્ શાસ્ત્રજ્ઞાનમાં વિશારદતા. તેનાથી જીવને જીવ-અજીવ વગેરે તોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી તે જીવ દોરાવાળી સોયની પેઠે સંસારરૂપી અરણ્યમાં ખવાઈ જતો નથી, પરંતુ જ્ઞાન,
૧. જુઓ પા. ૧૭, નોં. ૧,
૨. મૂળમાં, “યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત કરે છે” એમ છે. જુઓ પા. ૧૬૮.
૩. “ચાર કેવલીકર્મા શો. જુઓ પા. ૧૮૧, ન. ૩. ૪. જુઓ. અ. ૨૮, પા. ૧૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org