________________
૨૯
પરાક્રમ શ્રી સુધર્મસ્વામી કહે છેઃ હે આયુષ્યમાન (જંબુસ્વામી)! સમ્યક્ત્વ (સમ્યફ શ્રદ્ધા – દર્શન – ) પ્રાપ્ત થયા પછી, ઉત્તરોત્તર ક્યા કયા ગુણેને પ્રાપ્ત કરીને જીવે કર્મશત્રુને જીતવામાં પરાક્રમ દાખવવું જોઈએ, તેનું જે વર્ણન ભગવાન મહાવીરે કરેલું છે, તે હું તને કહી બતાવું છું. તે વર્ણન સમજીને તથા ગુરુના બતાવ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક તેને અનુસરીને કેટલાય જીવો સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ તથા પરિનિર્વાણ પામી, સર્વ દુઃખનો અંત કરી શક્યા છે.
પ્રથમ ગુણ તે “સંગ' અથવા મોક્ષાભિલાષા. સંવેગથી જીવમાં તીવ્ર ધર્મશ્રદ્ધા જન્મે છે; તીવ્ર ધર્મશ્રદ્ધાથી તેની ક્ષાભિલાષા વળી વૃદ્ધિગત થાય છે. તેથી તે જીવ અનંત કાળ સંસારમાં રખડાવનાર ક્રોધ, માન, માયા
૧. મૂળ : “અનંતાનુબંધી.” વિશેષ માટે જુઓ પ્રકરણને અંતે ટિટ નં. 1, પા. ૧૯૪. -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org