________________
કરતાં, જૈન દર્શન પ્રમાણે જીવ અને તેના બંધનનું સ્વરૂપ શું છે, તથા તેમાંથી છૂટવાના ઉપાય શા છે, તે ટૂંકમાં સમજી લઈએ.
જૈન દર્શન પ્રમાણે આ સમગ્ર લેક જીવ તથા અજીવ એ બે તને બનેલો છે. જીવ અથવા આત્મા અજીવની પેઠે અનાદિસિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. એ અરૂપી હોવાથી ઇકિયગ્રાહ્ય નથી. બેધરૂપ ચેતનવ્યાપાર (‘ઉપયોગ) એ તેનું લક્ષણ છે. સાંખ્ય–વેદાંતની માફક જિનદર્શનમાં જીવને ફૂટસ્થ-નિત્ય એટલે કે અપરિણામી-અચલ માન્ય નથી; પરંતુ બીજા જડ પદાર્થો જેવો પરિણામી માન્ય છે; પરંતુ તેનો અર્થ એ નથી કે, તે (બૌદ્ધ દર્શનની માન્યતા પ્રમાણે) કઈ અખંડ સૂત્રરૂપ સ્થિર તત્ત્વ વિનાનાં પરિણામેનો પ્રવાહમાત્ર છે. તે નિત્ય છે અને છતાં પરિણામી છે, એટલે કે પરિણામી–નિત્ય છે. અનંત છે; અને સંસારી અવસ્થામાં હંમેશાં કર્મ નામના જડ દ્રવ્ય સાથે સંબદ્ધ સ્થિતિમાં હોય છે. એ કર્મસંબંધને પરિણામે જ તેમનું સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપ ઢંકાઈ જાય છે, અને તેમનામાં રાગદ્વેષાદિ વિભાવો પેદા થાય છે. એ વિભાવને કારણે પાછું તપ્રેરિત પ્રવૃત્તિથી નવું કર્મબંધન પ્રાપ્ત થાય છે અને એ રીતે સંસારચક્ર ચાલ્યા કરે છે. સંસારી જીવને એ કર્માદિ સાથે સંબંધ કેવી રીતે અને ક્યારે થયો એ કહી શકાય તેમ નથી; કારણ કે જીવ પોતે સ્વભાવે તે શુદ્ધ, બુદ્ધ અને મુક્ત છે. તેને કર્મને સંબંધ હોય છે ત્યારે જ તેનામાં રાગાદિ વિભા પેદા થાય છે, અને રાગાદિ વિભાવે જીવમાં હોય છે ત્યારે જ તેને કર્મબંધ પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org