________________
૧૪
જવાબ ૨૮મા અધ્યયનમાં સૂચવવામાં આવ્યા છે. તેમાં (પા. ૧૬૪) સાચી શ્રદ્ધા અથવા દર્શન ઉત્પન્ન થવાનાં દશ કારણે ગણાવતાં જણાવ્યું છે કે, અનાદિકાળના સંસારપ્રવાહમાં તરેહતરેહનાં દુઃખોનો અનુભવ કરતાં કરતાં કોઈ
ગ્ય આત્મામાં કોઈક વાર એવી ચિત્તશુદ્ધિ થઈ જાય છે કે, એ આત્માને તાત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જતાં સત્ય માટેની જાગરૂકતા પ્રાપ્ત થાય છે. એવા આત્માને પછી કાઈના ઉપદેશ વિના પિતાની સાહજિક બુદ્ધિથી જ “અમુક સિદ્ધાંત સત્ય છે, એ એમ જ છે’ એવી શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે. બીજા કેટલાક લોકોને કોઈ પ્રત્યક્ષ સાધક કે સંતના ઉપદેશથી તે સિદ્ધાંતમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. બીજ કેઈને તે સિદ્ધાંતના ગ્રંથાના અભ્યાસથી તેમાં શ્રદ્ધા થાય છે; અથવા કોઈને તે સિદ્ધાંતમાં કહેલી ક્રિયાઓ આચરતાં કાંઈક ખાતરી કે લાભ થવાથી તેમાં શ્રદ્ધા થાય છે. એટલે કે એ શ્રદ્ધા થવામાં કોઈ અમુક ખાસ કારણ નથી હોતું; પરંતુ કોઈ પણ કારણથી નીપજેલો અંધશ્રદ્ધાનો ત્યાગ, રાગદ્વેષનો અભાવ અને સત્ય માટેની જાગરૂકતા, એ જ મુખ્ય કારણભૂત હોય છે; અને એ જ યથાર્થ પણ છે. - જ્યાં સુધી કોઈ પણ સિદ્ધાંતમાં તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તે સિદ્ધાંતનું માત્ર જ્ઞાન કાંઈ ઉપાગી થતું નથી. તેથી ઉત્તરાધ્યયનમાં તેને માટે સસંગરૂપી ઉપાય ઉપર બહુ ભાર મૂક્યો છે. સંતના સહવાસમાં જ માણસમાં જોઈતી ચિત્તશુદ્ધિ અને સત્ય માટેની જાગરૂકતા ઉત્પન્ન થાય છે. પરંતુ તેમના સહવાસમાં રહેવાનું મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org