________________
૨૨: રથનેમિ
૧૨૯ તે સાધ્વીનું આવું વચન સાભળી, જેમ અંકુશથી હાથી વશ થાય, તેમ રથનેમિ ધર્મમાં સ્થિર થયો અને મરણ પર્યત જિતેંદ્રિય અને દૃઢવ્રત થઈ શ્રમણપણાને પાળવા લાગ્યો. વખત જતાં તે બંને ઉગ્ર તપ આચરીને કેવળજ્ઞાની થયાં અને બધાં કર્મોનો નાશ કરી, ઉત્તમોત્તમ શુદ્ધિ પામ્યાં. [૪૬-૯]
ટિપ્પણ
ટિપણુ ન. ૧. મૂળમાં અરિષ્ટનેમિનું વર્ણન કરતાં તેમને સ્વસ્તિક, શંખ વગેરે એક હજાર ને આઠ ચિહ્નો ધારણ કરનાર કહ્યા છે; તથા તેમના બાંધાને વજષભનારાયસંહનન શબ્દથી વર્ણવ્યો છે. શરીરનાં હાડકાં વગેરેના સાંધાના છ પ્રકાર ગણાવવામાં આવે છે. તેમાંને એ પ્રથમ તથા સર્વોત્તમ છે. એમ કહેવાય છે કે, તેના ઉપરથી ઘોડા સાથે રથ ચાલ્યા જાય, તો પણ તે સાંધા છુટા ન પડે. તત્ત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે કે, ઉત્તમ સંહનનવાળું જેનું શરીર છે, તેનાથી જ “એકાગ્રચિંતાનિરોધ” રૂપ ધ્યાન થઈ શકે છે.
બે હાડકાંના છેડા એક બીજાના ખાડામાં ગોઠવવામાં આવે, તો મર્ક ટબંધ અથવા નારાજ કહેવાય. હવે તે પ્રકારના સાંધા ઉપર હાડને પાટે આવે, તો તે ઝષભનારાચ બંધ થાય. અને તે ત્રણેને વધે એવો એક વજ-ખીલે પરોવવામાં આવે, તો તે સાંધા અત્યંત મજબૂત થાય અને તે પૂરા વજઋષભનારાચસંહનન થયો કહેવાય.
ખીલી વગર માત્ર ઋષભનારા હોય તે બીજે પ્રકાર; કેવળ મર્કટબંધ તે નારાય; એક બાજુ મર્કટબંધ અને બીજી બાજુ હાડ જ હોય તો તે અર્ધનારાચ; વચ્ચે ખીલી જ હોય, છેડે ફક્ત હાડ હોય તે કલિકા; અને બંને બાજુ હાડે હાડ અડી રહ્યાં હોય તે અસંપ્રાસાસુપાટિકા સં હનન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org