SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧: સમુદ્રપાલ ૧૨૧ અભિપ્રાયનું સત્ય સ્વરૂપ પ્રકાશમાં લાવતો. તે દયાળુ મુનિ લોકોના સંસર્ગ અને ટાપટીપ વિનાનાં તથા જીવજંતુ રહિત સ્થળોમાં જ રહેત; તથા પૂર્વના યશસ્વી ઋષિઓએ સહન કરેલાં સહુ સંકટ અને ઉપદ્રવો સમભાવથી સહન કરતો. [૧૪-૯,૨૨ આમ, સ્તુતિ-નિંદા રતિ-અરતિ વગેરેને સમાન રીતે સહન કરી, સંસારના સંસર્ગ વિનાનો, આત્મહિતપરાયણ, મુક્તિનાં મુખ્ય સર્વ સાધનોથી યુક્ત, શોકરહિત, અહંકાર વિનાને અને અપરિગ્રહી એવો તે મુનિ પરમાર્થ સાધવાના ઉપાયારૂપી જ પ્રવૃત્તિ કરતો વિચરતે હતો. તે જ્ઞાનયુક્ત મહર્ષિ ઉત્તમોત્તમ ધર્મનો સંચય કરી આકાશમાં સૂર્ય શોભે તમ ભક્ત હતો. [૦-૧,ર૩] આમ કરતાં કરતાં પુણ્ય પાપરૂપી બંધને નાશ કરી, સર્વ પ્રકારે નિર્લેપ અને વિપ્રમુક્ત બનેલો તે સમુદ્રપાલ, સંસારના મહાપ્રવાહને સમુદ્રની પેઠે તરીને, જેમાંથી પુનરાગમન નથી એવી દશાને પામ્યો. [૨૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy