________________
૧૧૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ઘોડાઓ છે, હાથીઓ છે, મનુષ્યો છે, નગરે છે. અંતઃપુર છે. આજ્ઞા છે, તથા ઐશ્વર્યા છે. આમ સર્વ કામ પૂરા પાડનારી ઉત્તમ સંપદા મારી પાસે હોવા છતાં હું અનાથ કેમ કરીને, કહેવાઉં? હે ભગવન! તમે ખોટું બોલો છો ![૧૩-૫] | મુનિએ કહ્યું: “હે રાજા! તું “અનાથ' શબ્દનો અર્થ જાણતો નથી, કે તેનું મૂળ જાણતા નથી. માણસ કેમ કરીને અનાથ કહેવાય, તથા હું શા માટે સાધુ થયે, તે હું તને કહી સંભળાવું છું; તે તું સાંભળ. [૧૬-૭
“સુપ્રસિદ્ધ કૌશાંબી નગરીમાં પુષ્કળ સંપત્તિવાળો મારો પિતા રહે છે. પહેલી વયમાં જ મને આકરી આંખની વેદના શરૂ થઈ તથા મારા આખા શરીરે અતિશય દાહ ઊપડ્યો. શત્રુએ ક્રોધે ભરાઈ શરીરના મર્મસ્થાનમાં ભાંકેલું ' તીર્ણ શસ્ત્ર જેમ પીડા કરે, તેવી મારી આંખની વેદના હતી; તેમજ મારા બરડામાં, હૃદયમાં અને માથામાં ઘેર તથા વિજ જેવી કઠોર પીડા થતી હતી. [૧૮-૨૧]
મારા ઉપચાર માટે વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનારા, મંત્ર અને જડીબુટ્ટીના પ્રયોગોમાં કુશળ, વૈદ્યશાસ્ત્રમાં વિશારદ અને વિદ્વાન એવા વૈદ્યાચા બોલાવવામાં આવ્યા. તેમણે વૈદ્યશાસ્ત્રમાં કહેલી અને ચાર વ્યહોવાળી
૧. અલ્હાબાદથી ૨૦ ગાઉ દૂર આવેલું આજનું કોસમ. પ્રાચીન કાળમાં વસેની રાજધાની. વધુ માટે જુઓ આ માળાનું ‘ધર્મકથાઓ” પુસ્તક, પા. ર૬૦, ન. ૬.
૨. રોગ, રોગનો હેતુ, આરોગ્ય અને ઔષધ એ ચિકિત્સાશાસ્ત્રના ચાર ન્યૂહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org