________________
મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ ગભાલી મુનિના આ ઉપદેશથી સંયત રાજાએ સંવેગ અને નિર્વેદ પામી, રાજપાટ વગેરે છોડી દીધું અને તેમની પાસે જૈન ધર્મની દીક્ષા લીધી. [૧૮-૯]
ફરતાં ફરતાં એક વાર તે સંયત મુનિને બીજા એક મુનિને ભેટો થયો. તે મુનિ પહેલાં ક્ષત્રિય રાજા હતા અને પછી રાજ્ય છોડી, સાધુ થયા હતા. તેમણે સંયતને જોઈ તેને પૂછયું: “તારું રૂપ પ્રસન્ન દેખાય છે, તેવું તારું મન પણ હશે. તારું નામ શું ? તારું ગોત્ર શું ? શા માટે તું સાધુ થયો ? તું જ્ઞાનીઓની સેવા કેમ કરે છે ? અને તું વિનીત કેમ કહેવાય છે?” ૨ [૨૦-૧]
સંતે જવાબ આપ્યો : “મારું નામ સંયત છે. ગોત્રથી હું ગૌતમ છું. વિદ્યા અને આચરણનો પાર પામેલા એવા ગભાલી મુનિ મારા આચાર્ય છે. જે લેકે (ઘરસંસારમાં પડી રહી) પાપ કરે છે, તે ઘેર નરકમાં પડે છે, અને જેઓ (પ્રવ્રજિત થઈ) આર્યધર્મને અનુસરે છે, તે દિવ્ય ગતિને પામે છે, (એમ જાણી,) હું તે ધર્મને આચરતો સંયમપરાયણ રહું છું. [૨,૨૫-૬]
ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદક એ ચાર પ્રકારના સેંકડે વાદોની બાબતમાં ગમે તે અલ્પ
૧. મૂળમાં “માહણ” છે. “કોઈને ન મારનાર એ -સાધુ એવો તેનો અર્થ ઘટાવવામાં આવે છે. જોકે, પ્રાકૃતમાં “બ્રાહ્મણુ” શબ્દના રૂપ તરીકે પણ તે જ શબદ આવે છે.
૨, છેલ્લા બે પ્રશ્નોમાં “કેમ” શબ્દને બદલે “કેવી રીતે ( કઈ ભાવનાથી) એ શબ્દ પણ મૂકી શકાય.
૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧, પા. ૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org