________________
૧૭
પાપી શ્રમણે કેટલાક દુરાચારી શ્રમણે પ્રવજ્યા લઈને તથા દુર્લભ એવું સદ્ધર્મનું શ્રવણ પ્રાપ્ત કર્યા પછી સ્વચ્છેદે વિહરે છે. તેઓ કહે છે : “અમારી પથારી મજબૂત છે, ઓઢવાનું વસ્ત્ર પણ સારું છે, તથા ખાવાપીવાનું પણ ઠીક મળે છે. જગતમાં જે કાંઈ થાય છે તે પણ અમે જાણીએ છીએ; હવે અમારે ભણીને શું કામ છે ?” આમ વિચારી, તે પ્રમાદીઓ ખાઈ-પીને સુખે સૂવામાં જ વખત ગાળે છે. [૧-૩]
તે દુરાચારીઓ જ્યોતિષ વગેરેથી આજીવિકા ચલાવે છે; તેમને ભિક્ષાવૃત્તિ ગમતી નથી; તે પિતાનાં સગાંવહાલાં પાસેથી દૂધદહીં વગેરે ઉત્તેજક વસ્તુઓ મેળવીને ખાય છે; સૂર્ય આથમતો હોય ત્યારે પણ ખાય છે; આતિથ્યધર્મ સાચવતા નથી; અને ગૃહસ્થોની પથારીમાં પણ સૂઈ જાય. છે. [૧૮-૯,૧૬,૧૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org