SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ વખત આવતાં ભોગે પુરુષને છોડી દે છે. આમ છતાં, અત્યારે તું ભેગેને છેડવાને અશક્ત હોય, તો તું ગૃહસ્થાશ્રમમાં રહીને જ આર્ય કર્મો કર, ધર્મમાં સ્થિત રહે, અને તારી સમગ્ર પ્રજા તરફ અનુકંપા રાખ. એટલાથી પણ તું ભરીને ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકનાર દેવ થઈશ. તું આરંભ અને પરિગ્રહમાં ખૂબ ખૂચેલો હોવાથી ભેગોને સર્વથા ત્યાગ કરવાનું તેને કહેવું એ નકામે લવારે કરવા જેવું છે. તે ઠીક ! હું જાઉં છું. [૩૧-૩] આમ કહી, ચિત્ર મુનિ પોતાને માર્ગે ચાલતા થયા. પરંતુ બ્રહ્મદર રાજાએ તો તેમનું કાંઈ જ કહેવું ગણુકાયું નહિ અને ઉત્તમોત્તમ કામભેગો જ ભોગવ્યા કર્યા. પરિણામે તે ઉત્તત્તમ નરકને પામ્યું. પરંતુ કામભાગેથી વિરક્ત અને ઉત્કટ ચારિત્ર અને તપવાળ ચિત્ર મહર્ષિ ઉત્તમોત્તમ સંયમ પાળીને ઉત્તમોત્તમ સિદ્ધગતિને પામ્યો. [૩૪-૫] ૧. જાતક ૪૯૮-૨૪. ૨. બૌદ્ધ ગ્રંથોમાં “ચિત્તસંભૂતક જાતક” (જાતક-૪૯૮)માં આ અધ્યયનના જેવો જ પ્રસંગ છે આ અધ્યયનના અનુવાદમાં નીચે નોંધમાં જાતકના સરખા લોકેનો ક્રમાંક બતાવ્યો છે, તે ઉપરથી જણાશે કે, તે બંનેમાં સરખાં સ્થળે ઘણાં છે. પરંતુ બંને રૂપાંતર જોયા બાદ અચૂક લાગે છે કે, એ બંને કેઈ ત્રીજી મૂળ અસાંપ્રદાયિક કથા ઉપરથી પોતાને અનુકૂળ આવે તેવા ફેરફાર સાથે રચવામાં આવ્યાં છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy