________________
૧૩
બે હરિજન ભાઈઓ
ચિત્ર અને સંભૂતની કથા કાશીનગરમાં સંગીત તથા નૃત્યકળામાં પ્રવીણ એવા ચિત્ર અને સંભૂત નામના બે હરિજન ભાઈઓ રહેતા હતા. તેઓને સંગીતની એવી લહે હતી, કે ક્યાંક સંગીત કે નૃત્ય થતું જોતાં તેઓ ત્યાં દોડી જતા અને પોતે સંગીત કરતા. લોકો પણ તેમના સંગીતથી લુબ્ધ થઈ, બીજાને છેડી, તેમની આસપાસ જ ભેગા થઈ જતા. પરંતુ જ્યારે જાણવામાં આવતું કે, તેઓ તે હરિજન છે, ત્યારે આભડછેટથી ચિડાઈ, લોકો તેમને મારી પીટી હાંકી કાઢતા. વારંવાર પોતાની હલકી જાતિને કારણે જ લોકોને હાથે એવો પરાભવ થતો સહન ન થવાથી,” એક પ્રસંગે તે બંને ભાઈઓએ કંટાળીને આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો. પરંતુ એક મુનિએ તેમને તેમ કરતાં વાર્યા અને જણાવ્યું કે, મૃત્યુથી શરીર દૂર થશે, પરંતુ જે કર્મોથી તે શરીર તમને પ્રાપ્ત થયું છે, તે દૂર નહીં થાય. માટે આ શરીરથી જ એ કમે દૂર કરવાનો પ્રયત્ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org