________________
ટિપ્પણું પા. ૨૦ નામંજૂર રાખી, અને ૧૯૨૦માં સંધમાં જોડાવાની પણ ના પાડી. કરાર અનુસાર આ સંઘમાં જોડાનારી પ્રજાઓ એકબીજાની સ્વતંત્રતાને તથા એકબીજાના મુલકની અખંડિતતાને માન આપવા તથા તેના ઉપર હુમલે થાય તે રક્ષણ આપવા બંધાતી હતી. વળી કઈ પણ ઝઘડાને રાષ્ટ્રસંઘ આગળ કે પંચ સમક્ષ રજૂ કરવામાં ન આવે, ત્યાં સુધી લડાઈ જાહેર ન કરવા બંધાતી હતી. જે રાષ્ટ્રસંધ કે પંચ ૬ મહિનામાં એકમતીએ ચુકાદો ન આપે, તો પછી બીજા ત્રણ મહિના જવા દીધા બાદ, પક્ષે યુદ્ધ જાહેર કરી શકે, જે રાષ્ટ્ર કરારનો ભંગ કરી કોઈ દેશ ઉપર હુમલે કરે, તેની સામે અમુક પગલાં લેવામાં આવે.
રાષ્ટ્રસંઘની બેઠક દર વર્ષે જિનીવામાં મળે, અને દરેક રાષ્ટ્રને એક મત હોય, એમ ઠરાવવામાં આવ્યું હતું. સંધની કારોબારી વર્ષમાં ત્રણ વાર મળે. ઇંગ્લંડ, ક્રાંસ અને રશિયા તે કારોબારીના કાયમી સભ્ય રહે, પણ થોડા થોડા અરસા માટે ૧૨ બીજા સભ્ય ચૂંટવામાં આવે.
અમે રેકાએ આ સંઘમાં જોડાવા ન પાડવાથી શરૂઆતથી જ સંધનું કામ સરાણે ન ચડ્યું. ઉપરાંત તેનું સંગઠન બહુ શિથિલ હતું, તથા તેનામાં પિતાની કશી કારોબારી શક્તિ હતી નહીં. તેમાં જોડાયેલાં રાષ્ટ્રો વ્યવહારમાં પિતાની સત્તા તથા રાષ્ટ્રીય નીતિને જતી કરવા રાજી ન હતાં. ૧૯૧૪–૧૮ના યુરોપીય યુદ્ધમાં હારેલા અને જીતેલાઓ વચ્ચે ભેદ પણ સંધના કામમાં વિદનકર બનતે હતો. ૧૯૨૫માં જર્મની સંઘમાં જોડાયું, ત્યારે સ્થિતિ કાંઈક સુધરતી લાગી; પણ હિટલર સત્તા ઉપર આવતાં ૧૯૩૩માં પાછું જર્મની તેમાંથી છૂટું થઈ ગયું. જર્મન દેરાભક્તો સંધને હમેશાં મિત્ર રાજ્યનું જ તંત્ર કહીને વર્ણવતા. ૧૯૩૨માં જાપાને મંચૂરિયા ઉપર કરેલા આક્રમણ સામે સંઘે કાંઈ પગલું ન ભર્યું. જ્યારે તેણે જાપાનને વખોડવાને ઠરાવ કર્યો, ત્યારે જાપાન તેમાંથી છૂટું પડી ગયું. ૧૯૩૪માં સેવિયેટ રાિચા સંઘમાં જોડાયું, ત્યારે જર્મની અને જાપાનને બદલે વળી રહે તેમ લાગ્યું; પણ ૧૯૩૫ માં ઇટલીએ એબિસાનિયા ઉપર કરેલા આક્રમણ વખતે સંધે ભરેલાં પગલાંનું પરિણામ સંધના પરાજયમાં આવ્યું. ઇટલી સંઘમાંથી જુદું પડી ગયું. સંઘે ઇટલી સામે માત્ર વ્યાપાર-નિરોધક પગલાં લીધાં, પણ લશ્કરી પગલાં લેવાની તૈયારી ન બતાવી. આ ફટકે સંધની પ્રતિષ્ઠાને કારી નીવડ્યો; અને જુદાં જુદાં રાષ્ટ્રો હવે જૂની રીત પ્રમાણે પિતાપિતાને મનગમતાં રાષ્ટ્રો સાથે જુદાં જુદાં મંડળ બાંધવા માંડી ગયાં. જર્મનીએ ૧૯૩૮માં ટ્યિા અને ઝેકેસ્લોવેકિયાને પોતાની અંદર ભેળવી દીધાં, તેનો સંઘે વિરોધ ન કર્યો અને ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org