________________
૨૩૫
સહકાર ખુલ્લો કરી આપનાર વસ્તુ, એ તેને અર્થ કરે, એ તદ્દન વિપરીત અર્થ જ થયો. અલબત્ત, સહકારથી મનુષ્યજાતિને ઘણા લાભ થાય છે, તેનાથી ઘણે કલહ ઓછો થઈ જાય છે, અને બધા વચ્ચે સુમેળ સ્થપાય છે, તેનાથી શક્તિને ઘણે નિરર્થક વ્યય થતો બચે છે, તેનાથી પદાર્થોની ઉત્પત્તિનું પ્રમાણ વધે છે, તેમ જ તેમની વહેંચણી પણ વધુ ન્યાયી થાય છે. એ બધાની હું ના નથી પાડતો. પરંતુ એટલાથી જ અટકી જવું, અને તેથી આગળનું સત્ય ન જેવું કે, સહકાર કરનારાઓની સંકલ્પશક્તિ કેઈ ઉદાત્ત ધ્યેય ઉપર કેંદ્રિત થાય, અને તેઓ તે એને વીરતાપૂર્વક અનસર્યા કરે, તો જ તે લોકોમાં સહકાર જામી શકે કે કાયમ રહી શકે, તે એ ભારે જોખમકારક વસ્તુ છે. આળસુ, હલકટ, કાયર, આરામી અને અણઘડ લોકોમાં સહકાર ઊભે થવો જ અશક્ય છે. ડી વાર માટે તેઓમાં સહકાર ઊભે થાય ખરે; પણ તે જાણે દગાબાજોને પોતાનાં કાવતરાં રચવાની, કાયરોને બહાનાં શોધવાની, અને અણઘડ મૂખને ભયંકર ભૂલો કરવાની તક આપવા સારુ જ ઊભો થયો હોય છે.
સહકારનું આ જાતનું નિરૂપણ બહુ કડક લાગતું હોય, તે હું તેમાં એટલું ઉમેરીશ કે, સારે સહકારી સારા ખેલાડીને ઘણી બાબતમાં મળતો આવે છે. તે પોતાના પક્ષની જીત માટે બહાર પડ્યો હોય છે; પરંતુ પોતાનો પક્ષ હારે તોપણ તે ક્ષુબ્ધ નથી થઈ જતો, તેમ જ પિતાના સાથીદારોને ગાળો નથી ભાંડતે કે બળવે નથી જગવતે. પ્રયત્નને અંતે પ્રાપ્ત થતાં લાભ કે નુકસાન બંને ઉઠાવવા માટે તે તૈયાર હોય છે તેથી હાર કે છત બંનેમાં તે પિતાને ફાળો હસતે મુખે સ્વીકારે છે. ટૂંકમાં, સહકાર એ સદગૃહસ્થન – ખાનદાનીને વ્યવહાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org