________________
૧૬૨
સર્વોદયની જીવનકળા પણ વધતી જાય છે. તેની સુરક્ષિતતાને આટલી બધી નિઃશંક કરી આપવામાં આવે છે, તે કંઈ તે એકલે સ્વાથી પણ તેને લાભ ઉઠાવે તે માટે નહીં, પરંતુ સમાજની સેવા કરવા માટે તેને ચેકસ ભૂમિકા મળે તે સારુ. ફરજો સિવાય તેના હકોની કંઈ કિંમત નથી. તેના હકોને કારણે તે કઈ રીતે તેની જવાબદારીઓમાંથી મુક્ત થઈ શકતો નથી; ઊલટું બધી રીતે તેના હકે તેને માટે જવાબદારીઓ ઊભી કરતા જાય છે. હું આગળ કહી આવ્યું તેમ, તેને સૌથી મુખ્ય હક
જવાબદારીઓ માટેનો હક” છે. જ્યારે સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યું નહોતું, ત્યારે તેઓ એ વસ્તુસ્થિતિને જવાબદારીઓ માટે તેમને હક છીનવી લેનારી કહીને જ ધિક્કારતી હતી. તેઓ કહેતી કે, અમારે જવાબદારી જોઈએ જ અને અમે તે મેળવીશું જ; તેમ જ તે ન મળતાં ગુસ્સે થઈને તેઓમાંની કેટલીક બહુ દૂર સુધીની હદે ગઈ હતી. એક સમજદાર વ્યક્તિ તરીકે નાગરિકનો પોતાનું જીવન માણવાનો હક જરૂર કબૂલ રાખીએ; પરંતુ તે ઉપરાંત તેના માનવબંધુઓને ઉપયોગી અને કીમતી થઈ પડવાનો, તથા પિતે તે છે એવું ભાન હવાને પણ તેને હક છે. જે સ્થિતિમાં તે બીજાઓને કશા ઉપગને ન રહે, જે સ્થિતિમાં બીજાઓની સેવા કરવાની તેને તક જ ન મળે, જે સ્થિતિમાં તેને બચાવવા જેવી કેઈફરજો જ ન હોય, તથા જે સ્થિતિમાં તેને પંપાળીને કે ક્ષીણ બનાવી દઈને એ કરી મૂકવામાં આવે કે તે કોઈને કશા કામનો જ ન રહે, તેવી સ્થિતિમાં તેને મૂકવા જેવું ભારે નુકસાન તમે તેને બીજું કાંઈ ન કરી શકે. હું ફરીથી કહું છું કે, ફરજને તેને હક છે.
ફરજને તેને હક છે, અને તે પણ સહીસલામતી-ભરેલી, સહેલી કે આનંદપ્રદ ફરજોને જ નહિ, પણ જોખમભરેલી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org