________________
શબ્દોના સાચા અર્થ
७७
દાખવી આપણે જે કોઈ ‘ અંત’ કલ્પીશું, તે પરિણામે તપાસી જોતાં ‘માત’ના બીજા નામ રૂપ જ હશે; અને એ માત જીવન જેવું દેખાય તે સારુ ખુશનુમા રહેંગેાથી ચીતરાયેલું હશે, એટલે વળી વધારે ભયંકર લાગતું હશે.
"
'
'
અને ‘કોયડા ’ તથા ‘ઉકેલ’ એ બે શબ્દોની આખતમાં તા આજે પરાસ્થતિ એવી છે કે, તે શબ્દો વિષુવવૃત્તની કાલ્પનિક લીટી જેટલા જ આવશ્યક બની ગયા છે. પરંતુ તે શબ્દો ચાક્કસ આપણને અવળે માર્ગે જ ચડાવી દે છે, એટલે સમાજશાસ્ત્રની પરિભાષામાં કાયડા ' એ શબ્દને બદલે પડકાર' અને ‘ઉકેલ' શબ્દને બદલે ‘ પ્રયાગ ’ શબ્દ દાખલ કરવાની હું સૂચના કરું છું. ‘ કેયડો ’ અને ‘ઉકેલ ’ એ શબ્દોને બદલે ‘પડકાર' અને ‘ પ્રયોગ ’ શબ્દો વાપરવાથી, આ વિરાટ અને ગૂઢ વિશ્વની અનેક યાતનાએ, અગ્નિપરીક્ષાઓ, ભીષણ ગજગ્રાહા, કરુણુ અતરાયા, અને અંતિમ ભવ્યતાએમાં થઈ તે નાગરિકે કરવાની યાત્રાના સાચા સ્વરૂપ અંગેનાં જે મૂળભૂત સત્યા નાગરિકને શીખવાની જરૂર છે, તેમની વધુ નજીક આપણે પહોંચી શકીશું. કારણ કે આ લૌકિક શહેરથી મર્યાદિત થતી આપણી નાગરિકતાને જ્યાં સુધી આપણે એ વિશાળ ભૂમિકાના પડદા પર સમજવાને પ્રયત્ન નહી કરીએ, ત્યાં સુધી આપણે તેને સમજી જ શકવાના નથી. વિશ્વની આપણી એ નાગરિકતાને સમજવાની કૂંચી તરીકે તમને હું ‘પડકાર’ શબ્દ આપું છું; અને સૂચવું છુ કે, તમે જો ધ્યાનપૂર્વક સાંભળશેા, તે તેને તમે દરેક શહેર કે કારખાનામાં, દરેક મંદિર કે રાજસભામાં, દરેક વિશ્વ વિદ્યાલય કે પ્રાથમિક શાળામાં, અર્થાત્ તમને સામા મળતા દરેક સામાજિક કેાયડા ’માં પ્રતિધ્વનિત થતા સાંભળી શકશે.
'
Jain Education International
:
For Private & Personal Use Only
www.jainelibrary.org