________________
મધેનો ઉપયોગ કરેલો છે અને તે ઉપરાંત જે જે ગ્રંથકારના ગ્રંથની મેં આ ગ્રંથ રચવામાં સહાયતા લીધી છે, તે સઘળાને અત્રે ઉપકાર માનવાની તક લઉં છું અને આશા રાખું છું કે આ ગ્રંથ વાંચીને ભાવિક જેને શ્રી પાર્શ્વનાથ પ્રભુને લગતાં વિવિધ તીર્થસ્થાનની યાત્રાઓ કરવા પ્રેરાશે તે માટે પ્રયાસ હું લેખે માનીશ.
અંતમાં આ ગ્રંથ વાંચનાર દરેક વાચકને મારી વિનંતી છે કે આ ગ્રંથમાં આપેલા વૃતાંતે મોટા ભાગે સત્ય ઘટનાઓ તથા જાત અનુભવથી એકઠાં કરેલાં છે. છતાં પણ તેમાં જે કાંઈ ખેલનાએ રહી ગઈ હોય તો તે તરફ મારું લક્ષ ખેંચવાથી, આ પુસ્તકની બીજી આવૃત્તિમાં તે પ્રમાણે સુધારે વધારે કરવામાં આવશે. બાકી આ વૃતાંતો કઈ દંતકથાઓ અથવા વાર્તા સાહિત્ય ઉપરથી લેવામાં આવ્યાં નથી. આ ઉપરાંત શ્રી પાર્શ્વનાથ પ્રભુને લગતાં બીજાં કોઈ તીર્થસ્થાને રહી જતાં હોય તે મને તે લખી જણાવેથી તેને આભાર સાથે સ્વીકાર કરવામાં આવશે.
આ ગ્રંથની સાથે સાથે બની શકે તેટલા ફેટાઓ પણ આથવાને મારો વિચાર હતો. પરંતુ યુદ્ધકાળની હાલની ભીષણ મેઘવારીમાં ખર્ચ વધી જવાથી ગ્રાહકોને પુસ્તક મેળું પડી જવાની ધાસ્તીથી માત્ર વર્ણન જ આપવાનું મેં ગ્ય ધાર્યું છે અને ભવિષ્યમાં બીજી આવૃત્તિ વખતે જે સમય અનુકુળ હશે તો ફટાઓ આપવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org