________________
છો ભવ અંધકાર વ્યાપી ગયે. યમરાજનાં જાણે કીડાપક્ષી હોય તેવા ઘુવડ પક્ષીઓ ધુત્કાર કરવા લાગ્યા, રાક્ષસોના ગાયક હોય તેમ નહાર પ્રાણી ઉગ્ર આકંદ કરવા લાગ્યા, ડંકાથી વાજિંત્રની જેમ પુછડાથી પૃથ્વી પર પ્રહાર કરતા વાઘો આમતેમ ભમવા લાગ્યા અને વિચિત્ર રૂપવાળી શાકિની, ચેગિની અને વ્યંતરીએ કિલકિલ શબ્દ કરતી ત્યાં એકઠી થઈ ગઈ તેવા સ્વભાવથી જ અતિ ભયંકર કાળ અને ક્ષેત્રમાં પણ વજનાભ ભગવાન્ ઉદ્યાનમાં રહેલા હોય તેમ નિર્ભય અને નિષ્કપ થઈને સ્થિત રહ્યા. આ પ્રમાણે ધ્યાન ધરતા તે મુનિની રાત્રી નિર્ગમન થઈ ગઈ
પ્રાત:કાળે તેમના તપની જ્યોતિની જેવી સૂર્યની જ્યોતિ પ્રકાશિત થઈ, એટલે સૂર્યકિરણના સ્પર્શથી જ જતુ રહિત ભૂમિ પર યુગમાત્ર દષ્ટિ નાખતા મુનિ બીજે વિહાર કરવાને માટે ત્યાંથી ચાલ્યા.
એ સમયે વાઘના જેવો ક્રૂર અને વાઘના ચામડાને ઓઢનારે પેલો કુરંગક ભિલ્લ હાથમાં ધનુષ્ય અને ભાથું લઈ શીકાર કરવા માટે નીકળ્યા. તેણે દૂરથી વજનાભ મુનિને આવતા જોયા; એટલે “મને આ ભિક્ષુકન અપશુકન થયાં.” એવા કુવિચારવડે તેને ક્રોધ ઉત્પન્ન થયે.
પૂર્વ જન્મના વૈરથી અતિ ક્રોધ કરતા તે કુરંગ, દૂરથી ધનુષ્ય ખેંચીને હરણની જેમ તે મહર્ષિને બાવડે પ્રહાર કર્યો. તેના પ્રહારથી પીડિત થયા છતાં પણ આર્તધ્યાન રહિત એવા તે મુનિ “નમો સ્થ:” એમ બોલતા પ્રતિલેખના કરીને પૃથ્વી પર બેસી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org