________________
૪૦
જૈન ચિત્ર-કલ્પલતા ચિત્ર ૪૫ ગર્ભના કરકવાથી ત્રિશલાનેા આનંદ-સાહન॰ પાના ૩૦ પરથી. ગર્ભ સહીસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આનંદનો પાર ન રહ્યો. ચિત્રમાં ત્રિશલા માતા ખૂબ આનંદમાં આવી જઇને હીંચકા ઉપર બેઠેલાં છે. કલ્પસૂત્રની પ્રતનાં ચિત્રામાં બીજી કા પણ પ્રતમાં આ પ્રસંગ આ રીતે ચીતરેલા જોવામાં આવ્યા નથી. હીંચકામાં સુંદર ખારીક કોતરકામ કરેલું દેખાય છે. માતાની જમણી બાજુએ ચામરધારિણી શ્રી ડાબા હાથથી ચામર વીંઝતી દેખાય છે. ડાબી બાજુ એક સ્ત્રી વાડકામાં ચંદન ધનસાર વગેરે ઘસીને વિલેપન કરવા આવતી હાય એમ લાગે છે, કારણક હીંચકાની નજીકમાં બંને બાજુ શ્રીજી એ સ્ત્રીએ ખેડેલી છે તે ઘણું કરીને ત્રિશલાની દાસીએામાંની લાગે છે; વળી બીજી એ સ્ત્રીએ હાથમાં સુખડના ટુકડાથી કાંઈક ધસતી હોય એમ સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૪૬ આમલકી ક્રીડા-સાહન॰ પાના ૩૪ ઉપરથી.
(૧) એક વખતે સૌધર્મેન્દ્ર પાતાની સભામાં મહાવીરના ધૈર્યગુણની પ્રશંસા કરીને કહેવા લાગ્યા કે હું દેવા! અત્યારના આ કાળમાં મનુષ્યલેાકમાં શ્રી વર્ધમાનકુમાર એક બાળક હોવા છતાં પણ તેમના જેવા બીજો કોઇ પરાક્રમી વીર નથી. ઇન્દ્રાદિ દેવા પણ તેમને બીવડાવવાને અસમર્થ છે,’ આ સાંભળીને એક દેવ કે જેનું નામ જણાવવામાં નથી આવ્યું તે જ્યાં કુમારે ક્રીડા કરતા હતા ત્યાં આવ્યા અને સાંખેલા જેવા ડા, ચપળ છે જીભવાળા, ચળકતા મણિવાળા, ફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા અને વિસ્તૃત કણાવાળા મેટા સર્પનું રૂપ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આવે ભયંકર સર્પ એઈ ભયભીત બનેલા બધા કુમારે રમતગમત પડતી મૂકી નાસી છૂટવા, પરંતુ મહાપરાક્રમી ધૈર્યશાળા શ્રીવર્ધમાનકુમારે જરા પણ ભય પામ્યા વિના પોતે ત્યાં તેની પાસે જઈ, સર્પને હાથથી પકડી દૂર ફેંકી દીધા. સર્પ દૂર પડચો એટલે નિર્ભય બનેલા કુમારો પાછા એકદ્દા થઇ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી.
(૨) હવે કુમારેએ વૃક્ષની રમત પડતી મૃકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારવેષધારી દેવ શ્રીવર્ધમાનકુમાર સાથે રમતાં હારી ગયા. તેણે કહ્યું કે ‘ભાઈ, હું હાર્યો અને આ વર્ધમાનકુમાર જીત્યા! માટે એમને મારા ખભા ઉપર બેસવા દેા.’શ્રીવર્ધમાન ખભા ઉપર ખેડા એટલે દેવે તક સાધી તેમને બીવડાવવાન પ્રપંચ કર્યાં તેણે પોતાની દેવશક્તિથી સાત તાડ જેટલું પેાતાનું ઊંચું શરીર બનાવ્યું. પ્રભુ તે પ્રપંચ અવધિજ્ઞાનબળથી જાણી ગયા. તેમણે વજ્ર જેવી કાર મુષ્ટિથી તેની પીડા પર એવા તે પ્રહાર કર્યાં કે તે ચીસે પાડવા લાગ્યા અને પીડા પામવાથી મચ્છરની જેમ સંકોચાઇ ગયા. પ્રભુનું પરાક્રમ તથા ધૈર્ય પ્રત્યક્ષ અનુભવી ઇન્દ્રના સત્ય વચનો તેણે મનમાં સ્વીકાર કર્યાં અને પોતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સો વૃત્તાંત કહી સંભળાવ્યાં. તે વખતે ઇન્દ્રે ધૈર્યશાળી પ્રભુનું ‘વીર' એવું ગુણનિષ્પન્ન નામ પાડ્યું.
ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુક્ત તથા કાનમાં કુંડળ વગેરે આભૂષ્ણેા પહેરેલાં છે અને ડાબા હાથે ઝાડને વીંટાઇ વધેલા સર્પને મે આગળથી પકડેલા છે. વર્ધમાનકુમારની પાછળ મે તથા ઉપરના ભાગમાં ત્રણ ખીલ્લ છેોકરાએ ચીતરેલા છે. નીચેના ભાગમાં બે બાજુમે ઝાડ ચીતરેલાં છે. વચમાં, દેવની ઉપર બેઠેલા મહાવીર, અને તેમના જમણા હાથની મુષ્ટિના પ્રહાર સહન નહ થવાથી કમ્મરમાંથી વળી જઈને ઘોડા જેવા બની ગએલા દેવ ચીતરેલા છે. વળી નજીકમાં એક વ્યક્તિ ઊભેલી છે જે જમણા હાથ ઊંચા કરીને કાને મેલાવીને મહાવીરનાં આ પરાક્રમને પ્રસંગ બતાવતા હોય એમ લાગે છે.
Jain Education International
આ પ્રસંગની સાથે સરખાવે। શ્રીકૃષ્ણની બાળક્રીડાના એક પ્રસંગ,
(૧) કૃષ્ણ જ્યારે ખી ં ગેપ બાળકા સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કંસે મારવા
For Private & Personal Use Only
www.jainelibrary.org