SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ચિત્ર ૩૧ : શ્રીઋષભદેવનું નિર્વાણ છે ઉપવાસને તપ કરી, અભિજિત્ નામના નક્ષત્રને વિષે ચંદ્રને યોગ પ્રાપ્ત થતાં, સવારના સમયે પËકાસને બેસીને નિર્વાણ પામ્યા.' જૈન ચિત્ર-કલ્પલતા ચિત્રમાં સર્વ આભૂષણો સહિત સિદ્ધશિલા ઉપર બેઠેલા ઋષભદેવ પ્રભુની અને આજુબાજુ એ ઝાડની રજૂઆત કરીને ચિત્રકારે શ્રીઋષભદેવના નિર્વાણ કલ્યાણકનો પ્રસંગ ચીતરેલા છે. ડરની આ પ્રતમાંના દરેક ચિત્રની પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની છે. આ બધ યે ચિત્રા અસલ માપે ઉતારેલાં છે. તેમાં રંગભરણીની સરસ વહેંચણી તથા વાતાવરણ અને પદાર્થાની ઝીણવટમાં પરંપરાગત આકૃતિ ચીતરી છે, પણ મૂળ આકારેને પ્રત્યક્ષ પરિચય નહિ હાવાથી ચિત્રકારોએ નક્કી કરેલાં આકારાનાં કૃત્રિમ રૂપો ચિત્રકાર ચીતર્થે ગયા છે; છતાં સુશાનેામાં જરા યે તે પાછો પડતો નથી. આ પ્રતમાં સાનાની શાહીનો ખૂબ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યા છે. ચિત્રનાં પાત્રા ચીતરવામાં તાડપત્ર ઉપર સુવર્ણની શાહીના ઉપયેગ આ એક જ પ્રતમાં કરવામાં આવ્યા છે. ઉપરાંત, સીંદુરિયા, લાલ, ગુલાબી, કરમજી, પીળા, વાદળી, રૂપેરી, જાંબુડી, સફેદ, કાળે!, આસમાની તથા નારંગી રંગના પશુ ઉપયોગ આ પ્રતનાં ચિત્રામાં કરવામાં આવ્યા છે. ચિત્ર ૩૨ ૩૩ નૃત્યનાં જુદાંજુદાં સ્વરૂપો—અમદાવાદના દે॰ પા॰ ના દાવિ શાસ્ત્રસંગ્રહનો કલ્પસૂત્ર તથા કાલકકથાની અપ્રતિમ કારીગરીવાળા સુવર્ણાક્ષરી પ્રતના પાના ૧૨૭ ઉપરથી. કાગળનો પ્રતના હાંસીઆમાંનાં ચિત્રા મધ્યેના નર્તના પાત્રવાળાં ચિત્રો આ વસ્તુસંકલનાનાં અપ્રતિમ પ્રતિનિધિ જેવાં છે. ચિત્રકાર બરાબર જાણે છે કે ચિત્રામાં શું કહેવાનું છે, અને તેને અનુરૂપ તે રચના કરી શકે છે. આ ચિત્રનાં ચારે રૂપાનું એકેએક અંગ એવું તો બારીક દોરાએલું છે કે આપણી સામે હણે તે સમયની જીવતીજાગતી ગુજરાતણેા ગળે રમતી ખડી ન કરી દીધી હાય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005188
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy