SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્ર-ક૯૫લતા ચિત્ર ૨૯ શ્રી મહાવીર પ્રભુ–સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. કલિક કથાની તાડપત્રની પ્રતના પાનાનું મૂળ કદનું લગભગ ચદમી સદીનું આ ચિત્ર તે સમયમાં જિનમંદિરની સ્થાપત્યરચનાનો સુંદર ખ્યાલ આપે છે. સ્થાપત્ય, શણગાર તથા તેની કુદરતી આંખો, મૃદુ-કમળ છતાં પ્રમાણોપેત હાસ્ય કરતું મુખ, તે સમયના ચિત્રકારની ભાવ અર્પણ કરવાની શક્તિને સાક્ષાત પરિચય આપે છે. મૂર્તિની બેઠકની નીચે પબાસનમાં વચ્ચે કમળ, બંને બાજુએ એકેક હાથી, એ કેક સિંહ તથા કિન્નર ચીતરેલા છે. મૂર્તિની આજુબાજુ બે ચામધારી દેવો ઊભા છે. મસ્તકની બાજુમાં એકેક સ્ત્રી કુલની માળા લઈને અને તે દરેકની પાછળ ખાલી હાથે ઊભી રહેલી એકેક વ્યક્તિ ચીતરેલી છે. મૂર્તિના મસ્તકની ઉપરના ભાગમાં લટકતું છત્ર છે. આ ચિત્રથી તાડપત્રની ચિત્રકળાનો વિભાગ સમાપ્ત થાય છે. ચિત્ર ૩૦ જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ કાઉસગ્ગ ધ્યાનમાં; ડાબી બાજુ શ્રી પાર્શ્વનાથનું નિવણ અને ધરણેન્દ્ર તથા તેની પટરાણી --ઈડરની પ્રતના પત્ર ૬૧ ઉપરથી. આ ચિત્ર મૂળ કદમાં તેના લખાણ સાથે લીધેલું છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે; તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના ઉપસર્ગના ચિત્રથી થાય છે. “શ્રી પાર્શ્વનાથ પ્રભુ શ્રમપણું અંગીકાર કર્યા પછી, વિચરતા થકા, એકદા કોઈ તાપસના આશ્રમમાં આવી ચડયા. ત્યાં રાત્રીને વિષે એક કુવાની નજીકમાં જ વટવૃક્ષ નીચે પ્રતિમા ધ્યાને સ્થિર થયા. તે સમયે કમઠના છવ મેઘમાલી નામના દેવે કપાંતકાળના મેચની પકે વરસાદ વરસાવવા માંડયો. આકાશ અને પૃથ્વી પણ જળમય જેવાં બની ગયાં. જળને જેસબંધ પ્રવાહ પ્રભુના ઘૂંટણ પર્યત પહેચો. ક્ષણવારમાં પ્રભુની કેડ સુધી પાણી પહોંચ્યું અને જોતામાં કંઠની ઉપરવટ થઈને નાસિકાના અગ્રભાગ સુધી પાણી ફરી વળ્યું. છતાં પ્રભુ તો અચળ અને અગ જ રહ્યા. એ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનથી પ્રભુ ઉપર ભયંકર ઉપદ્રવ થતો જોયો. નકાળ ધરણેન્દ્ર પિતાની પટરાણીઓ સહિત પ્રભુની પાસે આવ્યા અને ભક્તિભાવભર્યો નમસ્કાર કરી તેમના મસ્તક ઉપર કણાઓ રૂપી છત્ર ધરી રાખ્યું.’ જમણી બાજુએ પાર્શ્વનાથ પ્રભુની પાછળ ગરદન સુધી જળ બતાવવા માટે ચિત્રકારે ઝાંખા લીલા રંગના લીટા મારીને જળની આકૃતિ ઉપજાવી કાઢી છે. તેમના પગની નીચે એક સ્વરૂપે ધરણેન્દ્ર બે હાથ જોડી પદ્માસને બેસીને અને પલાંઠી વાળેલા પોતાના બંને પગ ઉપર પ્રભુના બે પગ રાખીને બેઠે છે; બીજું સ્વરૂપ નાગનું કરી, આખા શરીરને વીંટળાઈ વળી, સાત ફણાએ રૂપી છત્ર મસ્તક ઉપર ધરી રહ્યો છે; ત્રીજી મૂળ રૂપ તે પાર્શ્વનાથ પ્રભુની ડાબી બાજુએ બે હાથની અંજલિ જોડીને પ્રભુની સ્તુતિ કરતો ઊભો છે. તેની પાછળ તેની પટરાણી એ હસ્તની અંજલિ જેનેડીને પ્રભુના ગુણગાન કરતી ઊભી છે. ધરણેન્ડે આટલી બધી ભક્તિ કરી અને કાંઠે પ્રભુની આટલી બધી કર્થના કરી. બંનેએ પિતાને ઉચિત કાર્યો કર્યા છતાં બંને તરફ સમાન દષ્ટિવાળા પ્રભુ પાર્શ્વનાથ જગતનું ક૯યાણ કરનારા હોવાથી કેમ વંદનીય ન થાય ? આ પછી ચિત્રને અનુસંધાને ઉપરના ચિત્રમાં વર્ણવેલો પ્રભુ પાર્શ્વનાથના નિર્વાણુને પ્રસંગ જેવાના છે. ‘વપકાળમાં પહેલા મહિનાના બીન પખવાડિયામાં, શ્રાવણ શુકલ અષ્ટમીના દિવસે, સમેન નામના પર્વતના શિખર ઉપર જળરહિત માસમણ (એક મહિનાના ઉપવાસ)નું તપ કરી પાર્શ્વનાથ પ્રભુ નિર્વાણ પામ્યા–મોક્ષે ગયા.” ચિત્ર ૩૧ શ્રી ઋષભદેવનું નિર્વાણ ઇડરની પ્રતના પાના 90 ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૨૨૪ર૩ ઇંચ ઉપરથી મોટું કરીને અત્રે રજૂ કર્યું છે. “શ્રી ભદેવ પ્રભુ શિયાળાના ત્રીજા માસમાં, પાંચમાં પખવાધ્યિામાં, માઘ માસની વદિ તેરશ ગુજરાતી પોષ વદિ ૧૩) ને દિવસે અષ્ટાપદ પર્વતના શિખર ઉપર, જળ રહિત ચૌદાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005188
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy