________________
ગુજરાતની જેનાશ્રિત ચિત્રકળા
કારણકે તે બધાં કાગળ ઉપરે છે અને જૂનામાં જૂના તાડપત્રના નમૂના કરતાં યે કેટલાક સૈકા પછીનાં છે. એલોરાનાં ભિત્તિચિની તારીખ કદાચ દસમી અગર અગીઆરમી સદીની હશે. ગમે તેમ હોય તો પણ તે આપણી દલીલને બરાબર બંધબેસતાં નથી. ચિત્રકારોએ તેમાં ફક્ત ચહેરાઓનાં ચક્ષઓની સમાનતા સિવાય બીજી વિશેષતાઓ, જેની આપણે ઉપર ચર્ચા કરી ગયા, તેની રજુઆત તે ચિત્રમાં કરી દેખાતી નથી. ચહેરાઓનાં ચક્ષુઓની આ રીત, જ્યાં સુધી મારી જાણમાં છે ત્યાં સુધી, અજંતા, બાઘ, સીતાજવાલ અને એલોરાની જૈન (દિગંબર) ગુફાઓમાં પણ દેખાતી નથી; અને કાંચીવરમના સ્થાપત્યનિર્માણવાળા દિગંબર મંદિરમાં (કે જયાં બે જાતનાં ભિત્તિચિત્ર છે—એક જાતનાં શિખરની નીચેની છત ઉપર અને બીજાં દિવાલો ઉપર ત્યાં) પણ નથી. દિગંબર જૈન મૂર્તિઓને વધારાનાં ચક્ષુઓથી શણગારતા નહિ હોવાથી તેમને દેવમંદિરની મૂર્તિઓની નકલ કરવાની હોય જ નહિ કે જેવી રીતે તાંબરો શણગારે છે. આને માટે આપણે હજુ વળી આગળ વધીને કહી શકીએ કે તાંબર ચિત્ર ચીતરનાર ચિત્રકારોએ જે પ્રમાણે મનુષ્યનો ચહેરો ચીતર્યો તેનું માત્ર અનુકરણ જ ગુજરાતના વેણુવ ચિત્ર ચીતરનાર ચિત્રકારોએ કર્યું, નહિ કે મિ. ઘોષ કહે છે તેમ પોતાની સ્વાભાવિક ઇરછાથી. જૈન મંદિરોમાં આવેલી મધ્યકાળની જિનમૂર્તિઓ ઉપરથી જ તે રીતને તેઓ અનુસર્યા હોય એ જ વધારે યુક્તિસંગત લાગે છે. એ ઉપરાંત જ્યાં જ્યાં નાનાં છબિચિત્રોનાં ચહેરાઓ બીજા એવાં ચક્ષવાળા હોય છે તે સઘળા શ્વેતાંબર જિનમૂર્તિના અનુકરણ રૂપે હોય તેમ માલૂમ પડે છે. ટેકાણુમાં, આ પ્રથાનું મૂળ વેતાંબર મંદિરોના રથાપત્યમાં સમાએલું છે. આ ઉપસેલાં ચક્ષુઓની પ્રથા વેતાંબર માં દરોમાં ક્યારથી શરૂ થઈ તે શોધી કાઢવું મુશ્કેલ છે; તોપણ તે સંબંધમાં મેં મારી જાતે અમદાવાદમાં મળેલા જૈન સાધુ સંમેલન વખતે બે વયોવૃદ્ધ તથા જ્ઞાનવૃદ્ધ જૈનાચાર્યોની મુલાકાત લીધી હતી અને તેઓશ્રી તરફથી મને જે ખુલાસો મળ્યો હતો તે અક્ષરશ: નીચે પ્રમાણે છેઃ
“એવાં ચક્ષુઓની પ્રથા ક્યારથી શરૂ થઈ તે નિશ્ચિતપણે કહી શકાય નહિ, પરંતુ આ પ્રથા ઘણી પ્રાચીન હોવાનું જૂની જિનમૃતિઓ તથા ચિત્રો ઉપરથી અનુમાન થઈ શકે છે. સૌથી પ્રથમ ચક્ષુઓ કોડીનાં વપરાતાં હતાં. તે પછી હાલમાં મેવાડ, મારવાડ આદિ પ્રદેશોમાં વપરાય છે તેવાં મીનાકારી (ચાંદીનાં પતરાં ઉપર કામ કરેલાં) ચક્ષુઓએ કોડીનું સ્થાન લીધું. સમય જતાં મીનાકારી ચક્ષુઓની સુલભતા સઘળા સ્થળે નહિ હોવાથી તેનું સ્થાન સ્ફટિકના ચક્ષુઓએ લીધું હોય એમ લાગે છે. મૂર્તિ ઉપર ટિક રસીધો ટકી શકે નહિ, તેથી તેને પકડી રાખવા માટે ચાંદીના પતરાનાં ખોખાં તૈયાર કરી તેને સોનાથી રસાવી તેની અંદર ફિટિકના ચક્ષુઓ મૂકવામાં આવે છે. આથી તેને કદ ધૂલ થઈ જઈ ચક્ષુઓ ઉપસેલાં (ઉપનેત્રો જેવાં) દેખાય છે. આજે કેટલેક ઠેકાણે તો મૂર્તિઓ પર આ ચક્ષુઓ ચટાડવામાં બહુ બેદરકારી બતાવવામાં આવે છે, તેથી જેમ બને તેમ આ દર્શન કરનારને વધારે આફાદારી અને આત્મરણિતા તરફ વધુ ને વધુ પ્રચવાને સહાયકારી થાય તે માટે જિનમૂર્તિને તે બરાબર બંધબેસતાં રહે તેવું ધ્યાન દેવાની આવશ્યકતા છે.”
વળી આ ચિત્રો મથેની પુરુષ તથા સ્ત્રીની આકૃતિઓના કપાળમાં - આવા આકારનું, પુરના કપાળમાં U આવા આકારનું અને કેટલાક દાખલાઓમાં = ત્રણ લીટીઓ સહિતનું તિલક જોવામાં આવે છે. સ્ત્રીના કપાળમાં ૦ આવા પ્રકારનું જે તિલક જોવામાં આવે છે તે પ્રજામાં આજે પણ જેમનું તેમ ચાલુ છે; પરંતુ પુરષોના કપાળમાં U આવા પ્રકારનું જે તિલક જૂનાં ચિત્રોમાં જોવામાં આવે છે તે પ્રથા તે સમયના રીતરિવાજોનું સમર્થન ભલે કરતી હોય, પરંતુ આજે તે જેમાંથી નાબૂદ થએલી હોવા છતાં પણ તેનું અનુકરણ વૈષ્ણવ સંપ્રદાયમાં જેમનું તેમ કાયમ રહ્યું છે. પ્રાચીન જ વિ સંબંધીનાં ચિત્રોમાં તેમજ અમદાવાદમાં નાગજી ભૂદરની પિળના દેરાસરના ભૂમિગૃહમાં આવેલી વિ.સં. ૧૧૦૨ (ઈ.સ. ૧૦૬૫)ની ધાતુની જિનમૃતિના તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org