SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા આ ઠમા સૈકાથી અજંતાની ચિત્રકળાની ગંગા કાળસાગરમાં લુપ્તથયા બાદ હિંદુસ્તાનમાં ચિત્રકળાના તે પછીના અંકાડા કયાં યે પણ મળી આવતા હાય તે તે દસમાથી અઢારમા સૈકા સુધી સાહિત્ય સંસ્કૃતિ અને ધર્મના ઘેરા રંગે ફૂલતીકાલતી રહેલી, તાડપત્રા અને હરતલિખિત ગ્રન્થામાં સચવાતી આવતી, કલ્પસૂત્રેાની ચિત્રકળામાં છે, ભારતના મધ્યકાળના ઇતિહાસમાં જે વેળા ગુજરાત અનુપમ સ્થાન ભોગવતું હતું તે વખતે તેની ભાગ્યલક્ષ્મીના સ્વામીએ ગુર્જર નશે। અને જૈન મુત્સદ્દીએ હતા; એટલે તેમણે સ્થાપત્ય અને ઈતર કલાઓના સમાદર કરો ઇતિહાસમાં અમર પગલાં પાડયાં છે. એમના યુગનાં સ્થાપત્યસર્જન અને શિક્ષસામગ્રીએ તેમજ હસ્તલિખિત ગ્રંથાની સંખ્યાબંધ પ્રતા જોઇએ છીએ ત્યારે એમ જ લાગે છે કે તે યુગન! માનવીએ જો કેવળ રાજ્યેા જીતવામાં, લડાઇઓ કરવામાં અને વહેમ તથા કુસંપમાં જ જીવન ગાળતા હાત તા આવું પ્રફુલ કલાસર્જન તેમને હાથે થવું અશકય જ હેાત. પણ આઘેથી કાળનાં ચિત્રો જોનારને પ્રાએ એ વચલા ગાળાએમાં કેવી નિરાંત, શાંતિ અને સુખ-સંસ્કૃતિભરી જિંદગી માણી છે તેનો ખ્યાલ આ સ્વસ્થતાભરી, ચિંતનશીલ અને રંગસૌરભવાળી કલાસામગ્રીના થાળ જોવાથી જ આવે તેમ છે. મધ્યકાળના એ નમૂનાઓમાં સૌથી અગ્રસ્થાન ખંભાત અને પાટણમાંનાં તાડપત્રાનાં ચિત્રાને આપી શકાય. તેની એકમે પ્રતા જ ઉપલબ્ધ હોવા છતાં જે વસ્તુ આપણી સામે રજુ થાય છે તે ઉપરથી ખાત્રી થાય છે કે એ કાળના સમાજમાં ચિત્રકળા કોઈ આગલી પેઢીએથી સચવાતી, ઉછેરાતી અને માન પામતી હોવી જ જોઇએ; નહિતા એ ગ્રંથાનાં ચિત્રામાં જે રૂઢ થએલી પાકી શૈલીના ઉપયાગ થયા છે તે ઉપલબ્ધ ન હોત. આ કળા અનાડી કે અણઘડ હાથમાં જન્મેલી નથી, પરંતુ અનેક પ્રકારનાં કૌશલ્યપૂર્વક રંગ અને રેખાની સવતા તથા ફિચરચનામાં કાબેલ થએલા માનવીઓએ સિદ્ધ કરેલી શૈલી છે એમ આપણે સ્વીકારવું પડે છે. એની મુખ્ય ખૂબી તે સરળ રેખામાં આમેળ કાનિરૂપણ કરવાની તેની શિક્તમાં છે. વાડ્મય સાથે ચિત્રકળા કેવા તાલ મેળવે છે એ દર્શાવવામાં આ શૈલી અવધ કરી નાખે છે. આકૃતિએ અને રંગાના અનેક સંકેતપૂર્ણ પ્રયોગે દ્વારા એ ચિત્રામાં સાહિત્ય, વિચાર અને દષ્ટિને ઉદ્દીપ્ત કરે એવી એક નવી જાતની બિછાત બની રહે છે. જે હાથમાં કલમ કે પછી લઇ જરાપણ આકૃતિ દોરી શકતા હશે તેમને તે આ ચિત્રાની ભૂમિકાની સમતોલ રંગભરણી, ઉપાડ કે ઊંડાણના પ્રયત્નવગર આનંદસમાધિમાં ગરકાવ કરશે. આજ સુધી આ ચિત્રાના મેટામાં મોટા સમુદાય જૈન ધર્મના ગ્રંથામાંથી મળી આવ્યે હતા, એટલે તેને માત્ર ધર્મના સાંકેતિક સ્વરૂપે અથવા નિશાનીઓ જેવાં ગણી લઇ કલાના ઇતિહાસમાં તેનું સ્થાન નિર્ણિત કરવામાં આવ્યું નહાતું; પરંતુ જ્યારે ગુજરાત, માળવા અને રજપૂતાનામાંથી ખીન્ન સંપ્રદાયો ને સાહિત્યગ્રંથામાંથી પણ આ જ ચિત્રશૈલીના નમૂના હાથ લાગ્યા ત્યારે કલાનિષ્ણાતા સામે એક સળંગ ચિત્રપરંપરા તરવરવા લાગી અને આ ચિત્રામાં કલામર્મવાળાં સ્વરૂપા સમાએલાં દેખાયાં. કલ્પસૂત્રેા જેવાં જ લક્ષણાવાળી કળા વસંતવિલાસ' અને શ્રી ‘બાલગે પાળરસ્તુતિ'માં પણ યેાજાએલી છે, તે ઉપરથી ખાત્રી થાય છે કે મુગલ કળા ખીલી તે પહેલાં ગુજરાત, માળવા અને મારવાડના પ્રદેશોમાં આ ચિત્રશૈલીના ડીકડીક પ્રચાર થઇ રહ્યો હશે. આ કળાના પરિચય માત્ર શ્રીમાના જ ભાગવતા નહિ હોય પણ લેાકરંજની કળા તરીકે તે પ્રશ્નજીવનમાં પણ સ્થાન પામી હશે, એ તે સમયનાં છૂટાં ચિત્રામણા, વસ્ત્ર અને કાતરકામેા ઉપરથી સમ^ય છે; એટલેકે કળાકારે અને તેમની ચિત્રસામગ્રી લેાકરચિત અને લેાકચિની જ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005188
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy