________________
૧૨
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
--
ગ્રહણવિધિ મહાજને પરિગ્રહ્યો, ઈ આગમે બોધ રે. શાં. છ દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુગતિ નિદાન રે. શાં. ૮ માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઇશ્ય હોયે તું જાણું રે. શ૦ ૯ સર્વ જગજતુને સમ ગણે, સમગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બે સમ ગણે, મણે ભવજલનિધિ નાવ .શા. ૧૦ આપણે આતમભાવ જે, એક ચેતના ધાર રે; અવર સવિ સાથે સંયોગથી, એહ નિજ પરિકર સાર રે. શાં. ૧૧ પ્રભુ મુખથી એમ સાંભલી, કહે આતમરામ રે; તારે દરિશણે નિસ્ત, મુઝ સીધાં સવિ કામ રે. શાં૧૨ અહે અહે હું મુજને કહું, ન મુજ નમે મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ સે. શાં૧૩ શાંતિ સરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂપ રે; આગમમાંહે વિસ્તર ઘણો, કહ્યો શાંતિ જિનભૂપ રે. શ૦ ૧૪ શાંતિ સરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લહેશે બહુ માન રે. શાં૧૫
૧૮ શ્રી કુંથુનાથ જિન સ્તવન રાગ ગુર્જરી-અંબર દે હૈ મોરારી હમારે.—એ દેશી.
કુથુંજિન મનડું કિમહી ન બાજે છે, કુંથુજિન જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે હે. ૧ રજની વાસર વસતી ઉજજડ, ગયણ પાયાલે જાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org