________________
શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના
૨૪૩ જેવિણુ નાણુ પ્રમાણ ન હોવે, ચારિત્ર ત નવિ ફલીયે; સુખનિર્વાણ ન જે વિણ લહીએ, સમકિત દર્શન
ખલીયે રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદો-૨૯ સડસ બેલે જે અલંકરીઓ, જ્ઞાન ચારિત્રનું મૂલ; સમકિત દર્શન તે નિત્ય પ્રણમે,શિવપંથનું અનુકૂલ રે.
ભવિકા સિદ્ધચક પદ વંદે-૩૦ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા કરી તે સત્ય છે, તે વિશ્વાસ-શ્રદ્ધાના પરિણામ-જેથી પમાય તે સમ્યગ્દર્શન પદને નમસ્કાર કરે.
જે સાત પ્રકૃતિરૂપ મેલના ઉપશમ–ક્ષય અને ક્ષેપશમરૂપ અખંડપણે ત્રણ પ્રકારે સમ્યગ્દર્શન થાય છે તેમજ જેનાથી જૈનધર્મને રંગ – ચાળ મજીઠના રંગ જે-લાગે છે, તે સમ્યગ્દર્શનને નમસ્કાર કરે.
બધા ભવોમાં ઉપશમ સમકિત પાંચ વખત આવે છે, ક્ષપશમ સમક્તિ અસંખ્ય વખત આવે છે; ક્ષાયિક સમકિત એક જ વખત આવે છે. તે સમ્યગ્દર્શનના અસંખ્ય સ્થાનકેને નમસ્કાર કરે.
જે વગર જ્ઞાન પ્રમાણભૂત ગણાતું નથી, જેના વગર ચારિત્ર રૂપ વૃક્ષ ફલ આપતું નથી; જેના વગર મેક્ષનું સુખ પ્રાપ્ત થતું નથી, તે બળવાન સમ્યગ્દર્શનને નમસ્કાર કરે.
જે સડસઠ ભેદે કરીને ભાયમાન છે, જે જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે; જે મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવાની અનુકૂળ -તાવાળું છે, તે સમ્યગ્દર્શનને હમેશાં પ્રણામ-નમસ્કાર–કરો].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org