________________
૨૩૬
શ્રી શ્રીપાલ કથા જેઓ રાજા જેવા છે; તે ઉપાધ્યાય ભગવંતનું હું ધ્યાન
અજ્ઞાનરૂપી વ્યાધિથી ઘેરાએલા પ્રાણીઓને જેઓ શ્રુતજ્ઞાન રૂપી રસાયન આપે છે, એવા મેટા વૈદ્ય સમાન, ઉપાધ્યાય ભગવંતનું હું ધ્યાન કરૂં છું.
ભવ્ય પ્રાણીઓના ગુણોરૂપી બગીચાને ભાગી નાખનારા એવા અહંકારરૂપી હાથીઓનું દમન કરવામાં અંકુશ જેવા, જ્ઞાનદાનને નિરંતર આપે છે, તે ઉપાધ્યાય ભગવંતોનું હું ધ્યાન કરૂં છું.
બીજાં દાનને દિવસ માસ અથવા તો જીદગી સુધી માત્ર ચાલનારા જાણુને, જેઓ ઠેઠ મુક્તિ સુધી ચાલે તેવા જ્ઞાનદાનને હમેશાં આપવાવાળા છે, તે ઉપાધ્યાય ભગવંતનું હું ધ્યાન કરૂં છું.
અજ્ઞાનથી આંધળા થએલા લેકના લોચનોને જેઓ પ્રશસ્ત – ઉત્તમ – શાસ્ત્રના મુખથી (શસ્ત્રની અણીથી) સમ્યક–બરાબર – પ્રકારે ખુલ્લાં કરે છે, તે ઉપાધ્યાય ભગવે તેને હું નમસ્કાર કરું છું.
જેઓ બાવન અક્ષરૂપી ચંદનના રસથી લોકેનાં પાપરૂપી તાપને તરત જ શાંત કરે છે, તે ઉપાધ્યાય ભગવતને હું નમસ્કાર કરું છું.
જેઓ યુવરાજની માફક ગચ્છની સંભાળ રાખવામાં તત્પર છે, તથા જેઓ આચાર્યપદને એગ્ય છે; અને શિષ્યોને વાચા આપે છે, એવા તે ઉપાધ્યાય ભગવંતેને હું નમસ્કાર કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org