________________
શ્રીનવપદજીની વિશિષ્ઠ આરાધના
૨૩૩
જેઓ દેશ, કુલ, જાતિ અને રૂપ વગેરે ઘણા ગુણાવાળા છે, તથા જેએ યુગપ્રધાન છે; તે આચાર્યને હું નમસ્કાર કરૂં છું.
જેએ નિરંતર પ્રમાદ્ય વગરના, વિકથા વગરના, કક્ષાચેાથી રહિત અને ધર્મના ઉપદેશ દેવામાં જ આસક્ત મશગૂલ – છે, તે આચાર્યને હું નમસ્કાર કરૂં છું. જેએ સારણા, વારણા, ચાયણા તથા પડિચેાયણાથી નિરંતર પેાતાના ગચ્છની સંભાળ રાખે છે, તે આચાર્યને હું નમસ્કાર કરૂ છું.
1
જેઓએ સૂત્રા – શાસ્ત્રો – ના સાર જાણેલા છે, તથા જે માત્ર પાપકારમાં જ તત્પર થઈ ને તરવાના ઉપદેશ આપે છે; તે આચાર્યને હું નમસ્કાર કરૂ છું.
જિનેશ્વર પ્રભુરૂપી સૂર્ય તથા કેવલજ્ઞાનીરૂપી ચંદ્ર આથમતે છતે જેઓ દીપકની માફ્ક ત્રણે જગતના પદાર્થાને પ્રગટ કરે છે, તે આચાર્યોને હું નમસ્કાર કરૂં છું.
',
જેએ પાપાના ભારથી આકાંત થએલા તથા સંસારરૂપી ભયંકર અંધારા કૂવામાં પડતા જીવેાના નિસ્તાર – ઉદ્ધારકરે છે, તે આચાર્ચીને હું નમસ્કાર કરૂં છું.
જેએ માતા, પિતા, ભાઈ વગેરે કરતાં પણ વધારે ભવ્ય જીવાતું હિત – ભલું – કરનારા છે, તે આચાર્યોને હું નમસ્કાર કરૂં છું.
-
જેએ ઘણી લિધઓવાળા તથા અતિશયેાવાળા હોવાથી, રાજાની માફ્ક નિશ્ચિત થઈને જિનશાસનને દીપાવે છે; તે આચાર્યોને હું નમસ્કાર કરૂ છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org