SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી શ્રીપાલ કથા સવાર, બપોર અને સાંજ પૂજા કરીને, મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક સિદ્ધ ભગવાનનું ધ્યાન ધરીને બીજા સિદ્ધ પદની આરાધના કરી. ૩ આચાર્ય ભગવાનની ભક્તિ, બહુમાન, વંદન તથા વૈયાવચ્ચ વગેરે કાર્યોમાં ઉદ્યમવંત થઈને, તથા સેવા, સુશ્રુષા કરીને શ્રી પાલરાજા તથા રાણી મયણાસુંદરીએ ત્રીજા આચાર્ય પદની આરાધના કરી. ૪ ભણનાર તથા ભણાવનારાઓને સ્થાન, ભેજન તથા વસ્ત્ર વગેરે આપીને દ્રવ્ય અને ભાવથી–બંને પ્રકારે ઉપાધ્યાય પદની આરાધના કરી. ૫ સામે જઈને, વંદન કરીને, નમસ્કાર કરીને તથા ભેજન અને ઉતરવા માટે સ્થાન વગેરે આપીને, તેમજ તેઓની વૈયાવચ્ચ વગેરે કરીને સાધુપદની આરાધના કરી. ૬ રથયાત્રા કરવા વડે કરીને, ઉત્તમ તીર્થોની યાત્રા કરીને, સંધપૂજા કરીને તથા શાસનની પ્રભાવના કરીને, દશનપદની આરાધના કરી. ૭ સિદ્ધાંત–શાસ્ત્રોના પુસ્તકે લખાવીને, પુસ્તકનું રક્ષણ તથા પૂજન કરીને, તથા સ્વાધ્યાય તથા ભાવના ભાવીને જ્ઞાનપદની આરાધના કરી. ૮ પિોતે લીધેલાં વ્રત-નિયમો વગેરેનું પાલન કરીને, તથા બારવ્રતધારી શ્રાવક અને સાધુઓની ભક્તિ કરવાવડે કરીને, તથા સાધુપણા તરફ અનુરાગ ધારણ કરીને, ચારિ. ત્રપદની આરાધના કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy