________________
૧૯ર
શ્રી શ્રીપાલ કથા મારું ભાગ્ય તથા મયણાની વિટંબના જોઈને, મેં મૂર્ખાએ જે અત્યંત ગર્વ કર્યો હતો, તે માટે ગર્વ ભાગીને ભૂક્કો થઈ ગયો. જે કમેં મારે ગર્વ ગાળી નાખે ને જેમના ચરણકમલેમાં રાજાએ પણ નમે છે, તે મારી મોટી બહેન, મયણાસુંદરીના પતિનું દાસપણું કરાવ્યું તે કર્મ જ જયવંતુ વર્તે છે.
- “મારી મટી બહેન એક મયણા જ ધન્ય સ્ત્રીઓમાં મુખ્ય છે, કે જેણનાં નિર્મલ શીલથી આવાં ફેલો ફલ્યાં છે; અને હું તે પાપ કરનાર મનુષ્યમાં પહેલી છું, તેમાં કોઈ પણ જાતની શંકાને સ્થાન નથી. કારણ કે કુલ અને શીલ વિનાનું જેનું આવું ચરિત્ર છે.
વળી, આ મયણને તે જિનધર્મ કલ્પવૃક્ષની માફક ઉત્તમ ફલેથી ફળેલ છે, અને મને તે તે મિથ્યાધર્મ ઝેરી વૃક્ષ સમાન થઈ પડ્યો છે.
વળી, આ મયણ તે પિતાનાં કુલને ઉજાળવામાં માણેકની એક દીવી સમાન છે, અને હું તે ચીડ (રાળ) ના ઉંબાડા સરખી કુલને અત્યંત મલીન કરનારી છું.
વળી, લેકે મયણને જોઈને સમ્યકત્વ, શીલ અને સત્ય તરફ પ્રેરાય તેમ છે, અને મને જોઈને મિથ્યાત્વ, અહંકાર અને કામભાવ તરફ પ્રેરાય તેમ છે.”
આ પ્રમાણે બેલીને સુરસુંદરીએ કોને જે આનંદ ઉપજાવ્યો, તે આનંદ પહેલાં નાટકથી પણ થયે ન હતો.
પછી શ્રીપાલ રાજાએ તરત જ અરિદમનને તેડાવીને ઘણી ઋદ્ધિ સહિત સુરસુંદરીને સોંપી. ત્યારપછી તે દંપતિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org