SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાલની ભાગ્યવૃદ્ધિ ૧૭૧ વિરોધ હોય તે, તે પતિ-પત્નિના મનને શાંતિ શી રીતે પ્રાપ્ત થાય. માટે આપણે સારી રીતે પરીક્ષા કરીને, જે જૈન ધર્મમાં નિશ્ચલ મનવાળો હોય, તે જ પતિ સાથે આપણે લગ્ન કરવું.” આ સાંભળી પંડિતાએ કહ્યું કેઃ “હે સ્વામિનિ ! તમે જે વાત કહી તે બરાબર છે, પરંતુ બીજાને અપ્રકાશિત ભાવ કવિતાથી જણાય છે. માટે સમશ્યાનાં પદે બનાવી તેને પૂરવા માટે આપવાં, જેથી તેને શુભ અથવા અશુભ એ ધર્મને પરિણામ જણાઈ આવે.” આવી રીતે રાજકુમારીએ પ્રતિજ્ઞા કરી છે કે “જે કે ઈ મારા મનમાં રહેલી સમશ્યાઓ પૂરે, તે પતિની સાથે મારે પાણિગ્રહણ કરવું.” બીજી સખીઓએ પણ એ જ પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે. જે વખતે આ પ્રતિજ્ઞાની વાત જગતની અંદર જાહેર થઈ, ત્યારે ઘણાએ બુદ્ધિવાન પંડિતો ત્યાં આવ્યા છે, અને તેઓ સમશ્યા પૂરે છે; પરંતુ મનની ધારણા મુજબ સમશ્યાઓ પૂરાતી નથી. આવી રીતે તે રાજપુત્રી પંડિતા વગેરે પાંચે સખીઓ સહિત માણસનાં મનની પરીક્ષા કરતી રહેલી છે. આ સાંભળીને સભાજને બેલવા લાગ્યા કેઃ “આ કેવું આશ્ચર્ય કહેવાય. કારણ કે બીજાના મનમાં રહેલા ભાવ મુજબ કોણ સમશ્યા પૂરી કરી શકે ? આ સાંભળીને શ્રીપાલકુમાર પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા. પછી રાજસભામાંથી પોતાના નિવાસસ્થાને આવ્યું; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy