________________
૧૬ ભાગ્યના ખેલ
૧૫ ૦
એક દિવસે તે શ્રીપાલકુમાર રાજવાટિકા ફરવા માટે નીકળ્યા. ત્યાં એક માટે સાથે ઉતરેલો તેના જોવામાં આવ્યું. તે સાથેના મુખ્ય સાર્થવાહે કુમારને જોયા એટલે તે સાર્થવાહ ભેરણું લઈ કુમારના પગે પડ્યો.
કુમારે તેને પૂછયું કેઃ “હે સાર્થવાહ! તમે કયાંથી આવે છે? અને હવે ક્યાં જવાના છે ? વળી, તમે કાંઈ પણ કઈ આશ્ચર્ય જોયું છે?”
તે સાંભળી સાર્થવાહે કહ્યું કે “હું કાંતિનગરીથી આવું છું, અને કંબુદ્વિપ જવાનો છું. મેં જેએલું એક આશ્ચર્ય આ પ્રમાણે છે. અહીંથી એક પેજન દૂર કુંડલપુર નામનું એક પ્રખ્યાત નગર છે. ત્યાં મકરકેતુ નામને મહાપ્રતાપી રાજા છે. તે રાજાને પૂર જેવી નિર્મલ શીલરૂપી ગુણવાળી કપૂરતિલકા નામની રાણું છે. તેની કુક્ષિથી ઉત્પન્ન થએલા સુંદર અને પુરંદર નામના બે પુત્ર છે. તે સિવાય ગુણસુંદરી નામની એક ગુણવાન પુત્રી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org