________________
સતીનાં શીલનું રક્ષણ
૧૪૩ આપણે પણ પતિની માફક સમુદ્રમાં ઝંપાપાત કરીને આપણા પ્રાણના ભેગે પણ શીલરત્નનું રક્ષણ કરીએ.” આ પ્રમાણે વિચાર કરીને, એકી વખતે તે બંને સ્ત્રીઓએ સમુદ્રમાં પડતું મૂકવાને નિશ્ચય કર્યો. ]
તે વખતે સમુદ્રનું પાણી ઉછળવા લાગ્યું. તોફાની પવન વાવા લાગે ભયંકર મેઘની ગર્જનાઓ થવા લાગી. ભયાનક વીજળીના ચમકારા થવા લાગ્યા. ઘોર અંધકાર વધવા લાગે, અને ભયંકર શબ્દ થવા લાગ્યા. ભયંકર અટ્ટહાસ્ય સંભળાવવા માંડ્યું. આવી રીતે સેંકડો ઉત્પાત થવા લાગ્યા (જૂઓ ચિત્ર ૧૦૪)
આ ઉત્પાતથી દરિયાના તોફાની મજા ઉપરાઉપરી આવવાથી વહાણો ચલાવવા જોખમ ભરેલું થઈ પડ્યું. દરેક વહાણ હાલકડેલક થવા લાગ્યાં, અને તેથી વહાણમાં બેઠેલા લેકે ખળભળવા લાગ્યા અને એક ક્ષણવારમાં તો બધાં કકળાટ કરીને મૂછિત થવા લાગ્યા. ચારે બાજુ ઘેર અંધકાર છવાઈ ગયે.
આ વખતે ત્યાં ડમરુનો ડમડમ શબ્દ કરતા તથા અત્યંત ભયાનક રૂપવાળા, અને હાથમાં તલવાર પકડેલા એવા ક્ષેત્રપાલ પ્રથમ પ્રગટ થયા. પછી ત્યાં માણિભદ્ર, પૂર્ણભદ્ર, કપિલ અને પિંગલ નામના ચાર વીરે, હાથમાં મોટાં મુળરો લઈને પિતાની મેળે જ પ્રગટ થયા. ત્યાર પછી કુમુદ, અંજન, વામન અને પુષ્પદંત નામના ચાર પ્રતિહારે હાથમાં દંડ ધારણ કરેલો એવા ત્યાં પ્રગટ થયા. તેઓની પાછળ પાછળ જાજવલ્યમાન એવાં બંને ચકોને ભમાડતી એવી ચકેશ્વરીદેવી, ઘણા દેવદેવીઓના પરિવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org