________________
શ્રીપાલની વીરતા
૧૯૧૭ આવીશ. માટે ભાડું નક્કી કરીને કરાવીને મને વહાણ પર આવવા દો.'
તે સાંભળી ખુશ થએલા શેઠે દર મહિને એક સેનામહેર ભાડું નક્કી કર્યું. તે આપીને શ્રીપાલકુમાર શેઠના મુખ્ય વહાણમાં ચડીને બેઠે. પછી રત્નદ્વીપ જવા માટે લેરિ વગાડવામાં આવી. ખલાસીઓએ સઢને વિસ્તાર્યો. છીંકીઓને ઉંચી ચડાવી. સુકાન સંભાળીને હલેસાંઓ ચલાવવા શરૂ કર્યા.
વહાણમાં એક માણસ ધ્રુવમંડલની તરફ જ દષ્ટિ રાખતો હતો. એક માણસ ઘામર (વહાણના તળિયાના ભાગમાં આવેલું પાણી કહાડતો હતો. એક માણસ ભરતીએટની ખબર રાખતો હતો એક રસ્તાની ખબર રાખતે હતે. કેટલાક મગરને જોતા હતા. એક મગરને નસાડવા ઢેલ વગાડતો હતો. એક નાની કુલડીએથી અગ્નિમાં તેલ નાખતો હતો. ચેરના વહાણને જોઈને પંજરી સુભટે બખ્તર ચડાવતા હતા, કે જે દેખીને ચેરે દૂર નાશી જતા હતા. સૂર્યનું ઉગવું તથા આથમવું પણ પાણીમાં જ દેખાતું હતું. રાત્રિના વખતે વડવાનલ અગ્નિથી બનતી દિશાએ દેખાતી હતી. આવી રીતનાં સમુદ્રનાં કુતૂહલે જોતાં જોતાં શ્રીપાલકુમાર જતા હતા. તેવામાં પંજરી બે કેઃ “હે લોકે! તમારે પીવાનું પાણી તથા ઈંધન વગેરેની જરૂર હોય તે બોલજે, કારણ કે બમ્બરકૂલને કાંઠે આવ્યો છે.” તે વખતે વહાણમાં રહેલા વ્યાપારીઓ બેલ્યા કે બબ્બરફૂલ બંદર તરફ જલદી ચાલો, કે જેથી અમે પાણી તથા ઈંધન વગેરે ગ્રહણ કરીએ” (જૂઓ ચિત્ર ૮૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org