________________
૨૩૦
કથામંજરી–૨ પત્રીને બદલે પરસ્ત્રી શબ્દ બોલ્યું હતું, પણ તેના શબ્દો સાંભળીને તે કેટવાળ કે પાયમાન થયે, અને તેનું નાક કાપી નાખ્યું. તેથી લોકોમાં પ્રચલિત થયું કે “અતિ ભણેલ પણ વ્યવહાર નહિ જાણનારાને નાશ થાય છે.” અથવા “ભણ્યા પણ ગણ્યા નહિ.” એમ કહેવાય છે.
વળી “જડ માણસ બીજાને પૂછયા વગર પોતાની બુદ્ધિ પ્રમાણે કાર્ય કરવા જતાં તાપસના શિષ્યની માફક પાપ અને અપકીર્તિનું ભાજન થાય છે. તે સાંભળીને બંગાળદેવે પૂછયું કે –“પિતાજી! તે તાપસ શિષ્ય કેણ હતો?” ભુવનપાલે કહ્યું કે –વત્સ! તેની કથા સાંભળઃ
૩. તાપસ શિષ્યની કથા પહેલાં શૃંગારપુરમાં એક કુબડે તાપસ રહેતો હતો. તેને પછવાડે ખૂંધ નીકળી હતી, તેથી તે વાંકે વળીને ચાલતો હતો. તેને એક શિષ્ય હતો. એક વખતે તે શિષ્ય નગરની બહાર ગંગા નદીના કાંઠા ઊપર ગયે. તે વખતે અગ્નિનું તાપણું કરીને ગોવાળીઆઓ તાપતા હતા; તે દેખીને તેણે પૂછયું કે–“તમે આ શું કરે છે ?”
તેઓએ કહ્યું કે “અમારી આ વાંકી લાકડીઓને અગ્નિના તાપ વડે અમે સીધી કરીએ છીએઆ સાંભળીને તે મઠમાં આવ્યું. પછી તેણે વિચાર કર્યો કે “તે લાકડીઓ જેમ મારા વાંકા વળી ગએલા આ ગુરુને હું અગ્નિને તાપ વડે સીધા કરું.” આ વિચાર કરી અગ્નિ લાવી તેને બરાબર સળગાવી, ગુરુના પગ અને ગળું એકઠા કરી તેમના વાંસે અગ્નિ લગાડી, આમ કરવાથી ઘણી બૂમે પાડીને તે ગુરુ મરણ પામ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org