SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ કથામંજરી-૨ મંડપ થાય તેટલું દો. યથાસ્થાને થાંભલાઓ ગોઠવે, અને ભીત વગેરેને કળીચુના વગેરેથી ધોળાવી, ચિત્રામણથી ચીતરાવીને શેભીતી અને સુંદર બનાવીને રાજાને ખબર આપે.” તેનું આ કહેવું સાંભળીને સર્વ લોકોએ કહ્યું કે – “બરાબર, બરાબર” પછી બધા એકઠા થએલા લોકે પતપતાના ઘેર ભેજન લેવા ગયા. જમી પરવારીને, તે શિલાવાળી જગ્યાએ બધા એકઠા થયા અને હકના કહેવા પ્રમાણે કાર્ય શરૂ કર્યું. કેટલાક દિવસે તે મંડપનું કાર્ય પૂર્ણ થયું. અને તે શિલા મંડપની ઊપર છત્રીરૂપ થઈ ગઈ. રાજાએ મેકલેલા માણસોએ જઈને રાજાને કહ્યું કે –“મહારાજ તે ગામના લોકેએ આપણી આજ્ઞાનુસાર મંડપ તૈયાર કરી દીધું છે.” રાજાએ પૂછ્યું –“કેવી રીતે તૈયાર કર્યો છે?” પછી મંડપ જે પ્રમાણે બધાએ એકઠા થઈને બનાવ્યો હતો, તે સઘળી હકીક્ત રાજાને કહી. રાજાએ પૂછ્યું કે –“આ કાર્ય કેની બુદ્ધિથી થયું ?” તેઓએ કહ્યું કે –“ભારતના પુત્ર રેહકની બુદ્ધિથી આ કાર્ય પાર પાડવામાં આવેલું છે.” રાજાએ રોહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે ફરીથી એક ઘેટે મેક અને કહેવરાવ્યું કે-“આ ઘેટાનું વજન હાલમાં એક પલ છે. પંદર દિવસ પછી પણ તેટલાને તેટલા વજનવાળો રાખીને અત્રે મોકલજે. તે વજનમાં વધે પણ નહિ અને ઘટે પણ નહિ તેમ કરજે.” રાજાનો આ પ્રમાણેનો હુકમ આવવાથી લકે બધા ચિંતાતુર થયા, અને ફરીથી તે બાબતને વિચાર કરવા બધા એકઠા થયા. રેહકને પણ તેઓએ માનપૂર્વક બોલાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy