________________
[ ૧૮ ] ચૈત્યવંદન પછી બોલવાનું
ભાવગીત પ્રભુ જે ગણે તે, તથાપિ બાલ તારે છું, તને મારા જેવા લાખે, પરંતુ એક મારે તું. ૧ નથી શક્તિ નીરખવાની, નથી શક્તિ પરખવાની, નથી તુજ ધ્યાનની લગની, તથાપિ બાલ તારો છું. ૨ નથી જપ તપ મેં કીધા નથી કંઈ દાન પણ દીધા, અધમ રસ્તા સદા લીધા, તથાપિ બાલ તારો છું. ૩ અરિહંત દેવ હો પ્યારા, ગુન્હા કર માફ સહુ મારા, ભૂલ્ય ઉપકાર હું તારે, તથાપિ બાલ તારે છું. ૪ દયા કર દુખ સહુ કાપી, અભયને શાંતિ પદ આપી. પ્રભુ હું છું પૂરે પાપી, તથાપિ બાલ તારો છું. ૫
કૃપા કર હું મુંઝાઉ છું, સદા હૈયે રિબાઉં છું, પ્રભુ તુજ ધ્યાન ચાહુ છું, તથાપિ બાલ તારો છું. ૬
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org