________________
શ્રી મહાબલ મુનિ સજઝાય
[૪૩૭
શ્રી મહાબલ મુનિ સજઝાય
(૩૩૭)
રાગ સામેરી. મૂહુરત પણ ચારિત્ર ગ, ન લહૈ દુકરમી લેગ; ધન્ય તેહ પુરૂષ ભવ ભવમાં, ચારિત્ર લહે ઉલટમાં. ૧ વાણિયગામે સુદર્શન શેઠ, જઈ વીરને વંદે ઠેઠ; પૂછે કતિ વિધ છે કાલ, કહૈ જિન ચઉ ભેદે નિહાલ. ૨ દિન રજની કાલ પ્રમાણ, બીજો આઉસ કાલ વખાણ મૃત્યુ કાલને અદ્ધાકાલ, ચેથાને સઘલો ચાલ. ૩ પલ્યાદિકને કિમ અંત, ફિરી પૂછે કહે ભગવંત; તસ પૂરવ ભવ અનુભૂત, સુણતા હએ અદભૂત. ૪
શ્રી હWિણુઉરે બલ ભૂપ, પદમાવતી રાણી અનૂપ; સિંહ સ્વપ્ન સૂચિત જાત, તસ પુત્ર મહાબલ ખ્યાત. ૫ પરણાવી કન્યા આઠે, તાતે બાલાપણ નાઠઈ; ગૃહ આદિ સકલ ગૃહ વસ્ત, આઠ આઠ દીધી તસ હસ્ત. ૬ અન્યદા જિન વિમલના વંશી, ગુરૂ ધર્મઘોષ શુભ હંસી; વાંદી તસ સાંભલી વાણી, ચારિત્ર લીએ ગુણખાણ. ૭ શ્રુતકેવલી મરી બ્રહ્મલોકે, હિતો દશ સાગર થોકે, પૂરી આઉખુ ઉપન્ન, તું શેઠ સુદર્શન ઘન. ૮ ઈમ સાંભલી શુભ પરિણામે, જાતિસમરણ લહિએ
તિણિ ઠામે; લેઈચારિત્ર પાલી શુદ્ધ, અંતે શિવ લહિ અવિરૂદ્ધ. ૯ એહવા મુનિવરને નામઈ, હુએ મંગલ કામિ ઠામઈ; સુખ સંપતિ લીલ વિલાસ, હુએ સકલ દુરિતને નાસ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org