________________
૧૦ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
ન
,
જ
ચોથું થાનક “ચેતન ભક્તા” પુણ્ય પાપ ફલ કેરે રે, વ્યવહારે નિશ્ચય નય દષ્ટ, ભુંજે નિજ ગુણ ને રે; પાંચમું થાનક છે પરમપદ, અચલ અનંત સુખ વાસો રે, આધિ વ્યાધિ તન મનથી લહિયૅ, તસુ અભાવે સુખ ખાસો રે.૬પ છ થાનક “મોક્ષ તણે છે, સંજમ જ્ઞાન” ઉપાય રે, જે સહિજે લહિ તો સઘળે, કારણ નિષ્ફલ થાય રે; કહે જ્ઞાન નય જ્ઞાન જ સાચું, તે વિણ જૂઠી કીરિયા રે, ન લહે રૂપું રૂપું જાણું, સિપ ભણી જે ફિરિયા રે. ૬૬ કહે કિરિયા નય કિરિયા વિણ જે, જ્ઞાન તેહ શું કરશે રે, જલ પસી કર પદ ન હલાવે, તારૂ તે કિમ તરશે રે; દૂષણ ભૂષણ છે ઈહાં બહુલાં, નય એકેકને વાદે રે, સિદ્ધાંતી તે બેહુ નય સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે. ૬૭ ઈણિ પરે સડસઠ બોલ વિચારી, જે સમકિત આરાહે રે, રાગ દ્વેષ ટાલી મન વાલી, તે સમ સુખ અવગાહે રે; જેહનું મન સમકિતમાં નિશ્ચલ, કેઈ નહી તસ તોલે રે, શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક જસ ઈમ બોલે રે. ૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org