________________
૩૫૮]
શ્રી જૈન સઝાય સંગ્રહ
વ્રત પચ્ચખાણ વિના જુઓ, નવ નારદ જેહ રે; એકજ શિયળ તણું બળે, ગયા મુક્તિ તેહ રે. શિયળ૦-૨ સાધુ અને શ્રાવક તણું, વ્રત છે સુખદાયી રે; શિયળ વિના વ્રત જાણજે, કુસકા સમ ભાઈ રે. શિયળ૦-૩. તરૂવર મૂળ વિના જિ, ગુણ વિણ લાલ કમાન રે; શિયળ વિના વ્રત એહવું, કહે શ્રી વીર ભગવાન રે. શિયળ૦-૪ નવ વાડે કરી નિર્મળું, પહેલું શીળ જ ધરજો રે; ઉદયરત્ન કહે તે પછી, વ્રતને ખપ કરજો રે. શિયળ૦-૫
ધર્મના ચાર પ્રકારની સજઝાય
શ્રી મહાવીરે ભાખીયા, સખી ધર્મના ચાર પ્રકાર રે; દાન શિયલ તપ ભાવના, સખી પંચમ ગતિ દાતાર રે. શ્રી–૧. દાને દોલત પામીયે, સખી દાને કોડ કલ્યાણ રે; દાન સુપાત્ર પ્રભાવથી, સખી કયવને શાલિભદ્ર જાણે રે.
શ્રી -૨ શિયલે સંકટ સવી ટળે, સખી શિયલે વંછિત સિદ્ધ રે; શિયલે સુર સેવા કરે, સખી સોળ સતી પરસિદ્ધ છે. શ્રી.-૩ તપ તપે ભવિ ભાવશું, તપે નિર્મળ તન્ન રે, વર્ષોપવાસી =કષભજી, સખી ધનાદિ ધન્ય ધન્ય રે. શ્રી - ભરતાદિક શુભ ભાવથી, સખી પામ્યા પંચમ ઠામ રે; ઉદયરત્ન મુનિ તેહને, સખી નિત્ય કરે પ્રણામ રે. શ્રીમ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org