________________
૩૨૨],
શ્રી જૈન સજઝાય સંગ્રહ
ઘીના ગુણને ઉત્તમનાં વહેણ, એ બે સરખાં જાણે સયણ; શુભવિજય પંડીતથી લહ્યો,લાભવિજય ઘીને ગુણ કહ્યો. ૧૯
શ્રી હેતવિજયજી કૃત અઢાર નાતરાંની સજઝાય
ઢાળ પહેલી
(૨૩ર) પહેલાંને સમરું પાસ પંચાસરે રે, સમરી સરસ્વતી માય; નિજ ગુરૂ કેરાં રે ચરણ નમી કરી રે, રચશું રંગ સક્ઝાય.-૧ ભવિ તમે જે જે એ સંસાર નાતરાં રે, એક ભવે હુ અઢાર; એહવું જાણીને દૂરે નિવારજે રે, જિમ પામો સુખ અપાર.
ભવિ–૨ નગરમાં મેટું રે મથુરા જાણુએ રે તિહાં વસે રે ગણિકા એક કુબેરના રે નામ છે તેનું રે,વિલસે સુખ અનેક. ભ૦-૩ એક દિન રમતાં પર શું પ્રેમમાં રે, ઉદરે રહ્યું ઓધાન; પૂરણ માસે પ્રસવ્યું જોડલું રે, એક બેટે બેટી સુજાણ. ભ૦-૪ વેશ્યા વિમાસે આપણને ઘરે રે, કુણ જાળવશે એ બાળ; ક્ષણ ક્ષણ જેવાં દેવાં ને ધવરાવવાં રે, કુણ કરે સાર સંભાળ.
ભવિ૦-૫ એહવું વિમાસી રે પેટીમાં લઈ રે, ઘાલ્યાં બાળક દોય; માહે તે મેલી નામાંકિત મુદ્રિકા રે, નદીમાં ચાલવે સોય. ભ૦જમુનામાં વહેતી રે આવી શૈરીપુરી રે, વહાણું તે વાછું તે વાર; તવ તિહાં આવ્યા રે દેય વ્યવહારીયા રે, નદી કાંઠે હર્ષ અપાર.
ભવિ૦–૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org