________________
[ ૬૮
શ્રી જૈન સઝાય સંગ્રહ
પ
*
*
**
*
*
*
**
*
***
છઠ્ઠ તપ આંબિલ પારણે, કરો જાવજીવ; ઈણ માહે ઓછો નહીં, એ તપ કરે સદેવ રે. વિરાટ-૧૨ ભદ્રા વાદીને વળ્યાં, કરતાં વીર વિહાર, નયરી રાજગૃહી અન્યદા, પહત્યા બહુ પરિવારો રે. વૈરાક-૧૩ ભાવ સહિત ભક્તિ કરી, શ્રી શ્રેણિક ભૂપાળ; વાંધીને શ્રી વીરને, પૂછે પ્રશ્ન રસાળે રે. વૈરા૦-૧૪ ચૌદ સહસ અણગારમાં, કુણ ચઢતે પરિણામ; કહે પ્રભુજી કરૂણા કરી, નિરૂપમ તેહનું નામ રે. વૈરા-૧પ
ઢાળ ચેથી
શ્રેણિક સુણ સહસ ચૌદમાં, ગુણવંતે હે ગિરૂઓ છે જેહ કે; ચારિત્રિયે ચઢતે ગુણે, તપે બળીયે હો તપસી માંહે એહ કે.
તે મુનિ -૧ તે મુનિવર જગ વંદીએ, એકજ ધન્ય હો ધને અણગાર કે; કાયા તે કીધી કોયલો, બન્યો બાવળ હો જાણે દીસે છાર કે.
તે મુનિ-૨ છઠ તપ આંબિલ પારણે, લીયે અરસ હો વિરસ તિમ આહાર કે; માખી ન વછે તેહ, દીયે આણી હો દેહને આધાર કે.
તે મુનિ–૩ વેલિથી નીલું તુંબડું, તેડીને હો તડકે ઘસ્યું જેમ કે, સૂકવી લીલરી વળી, તે ઋષિનું હો માથું થયું તેમ કે.
તે મુનિવ-૪ આંખે બે ઉંડી તગતગે, તારા તણી હો પરે દીસે તાસ કે; હેઠ બે સૂકા અતિ ઘણા, જીભ સૂકી હે પાનડલું પલાસ કે.
તે મુનિવ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org