________________
૬૮ ]
૧૧૫૧ સ્તવન મંજુષા શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત
(૫૩) આદિકરણ અરિહંતજી, એલગડી અવધાર લલના; પ્રથમ જિનેશ્વર પ્રણમીયે; વાંછિત ફલ દાતાર લલના. આ૦ ૧ ઉપગારી અવનિતલે, ગુણ અનંત ભગવાન લલના; અવિનાશી અક્ષયકલા, વત્તે અતિશય નિધાન લલના. આ૦ ૨ ગ્રહવાસે પણ જેહને, અમૃતફળ આહાર લલના; તે અમૃતફલને લહે, એ યુગતું નિરધાર લલના. આ૦ ૩ વંશ ઈમ્બાગ તે જેહને, ચઢતે રસ સુવિશેષ લલના; ભરતાદિક થયા કેવલી, અનુભવ રસ ફલ દેખ લલના. આ૦ ૪ નાભિરાયા કુલ મંડણે, મરૂદેવી સર હંસ લલના; ઋષભદેવ નિતુ વંદી, ગાનવિમલ અવતંસ લલના. આ૦ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org