________________
પ્રાચીન કાળમાં, જ્યારે રાજ્યદરબારામાં વિદ્વાના વચ્ચે વાવિવાદ ચાલતા, જ્યારે પદે પદે વિદ્વતાની જરૂર પડતી, જ્યારે કાવ્યકલા રાજા અને પ્રજા ઉભય માટે રસિકતા ભરી હતી, ત્યારે એ પરસ્પર સ્પર્ધાના કાળમાં લખાએલા કાળ્યાનુ પદલાલિત્ય, શબ્દગૂથણી તેમજ રચનાકળા ખૂબ ખૂબ ખીલતાં એમ પ્રાચીન કાવ્યેાના અવલેાકનથી જણાય છે. આવાં કાવ્યે એ સમાજની મેાંઘી સંપત્તિ છે, પરંતુ છેલ્લા સૈકાઓમાં કાલપ્રભાવે અને જનતાની જડવાદ તરફની વૃત્તિ-પ્રવૃત્તિના કારણે આ સમૃદ્ધિના હ્રાસ થવા લાગ્યા છે. નવીન રચનાએ જે થાય છે,તેમાં મુખ્યત્વે નાટકીયા પદ્ધતિ દાખલ કરવામાં આવે છે, તે સમાજને ભવિષ્યમાં અહુજ નુકશાનકારક થવાને સંભવ છે. વળી તેમાં પ્રાચીન સ્તાન્ત્ર-સ્તવનાના જેવા ભાવેા તથા હૃદય'ગમ ઉગારે પણ દેખાતા નથી. ચાલીશેક વર્ષ પહેલાં આવે જ સંગ્રહ અમદાવાદના સમશેર બહુાદુરી પ્રિન્ટીંગ પ્રેસ તરફથી છપાવવામાં આવ્યે હતેા. જે આજે વર્ષો થયાં દુષ્પ્રાપ્ય છે,અને બીજા પ્રાચીન સ`ગ્રહેાના અભાવે જનતા નવીન-નાટકીયા રાગવાળા સ્તવના તરફ ઘસડાતી જાય છે, તેથી જ આ સંગ્રહ જાહેર પ્રજા સમક્ષ મૂકવા હું પ્રેરાયાછું અને જો જનતા તરફથી આ પુસ્તકને સારો આવકાર મળશે, તેા વીશ વિહરમાન તી કરા તથા જુદાં જુદાં જૈન તીર્થાને લગતાં પ્રાચીન સ્તવનાને જુદો સ`ગ્રહ હું તૈયાર કરીને જનતા સમક્ષ રજુ કરીશ. આ સ્તવનાના રચયિતાએ તથા તેમની અન્ય કૃતિએ માટે શ્રીયુત્ મેહનલાલ દલીચંદ દેસાઈ સ`પાદિત જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ ” એ નામના પુસ્તકમાં વિસ્તારથી વિવેચન કરેલુ’ હાવાથી વાચકોનુ` તે તરફ લક્ષ ખેંચવાની રજા લઉં છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org