________________
નિવેદન શ્રી જેને પ્રાચીન પ્રાચીન સાહિત્ય દ્વાર ગ્રન્થાવલિના આઠમા પુષ્પ તરીકે પ્રાતઃસ્મરણીય બાલબ્રહ્મચારી જૈનાચાર્યો અને ધર્મધુરપંચ મુનિવર્યોએ રચેલાં આ સ્તવનેને સંગ્રહ જનતા સમક્ષ રજૂ કરતાં મહારા આત્માને જે અનહદ આનંદ થઈ રહ્યો છે, તે અવર્ણનીય છે.
પ્રસ્તુત ગ્રંથ એ સત્તરમી સદીની શરૂઆતથી માંડીને ઓગણીસમી સદીના અંત સુધીમાં રચેલા જૈન મુનિવરોના હૃદયંગમ ઉગારે રૂપી સરોવરમાંનું એક બિંદુ માત્ર છે. જૈનાચાર્યોએ દરેક સૈકામાં સ્તુતિ-સ્તોત્ર-સ્તવને રૂપી સાહિત્યની વિશાળ રચના કરી છે, સ્તોત્ર સ્તવન એટલે સ્તુતિ અર્થે રચાએલું કાવ્ય. પોતાના ઇષ્ટદેવના ગુણાનુવાદ અને પોતાની આંતર અભિલાષા સ્તોત્રમાં તેના રચયિતાએ સાક્ષાત્કાર કરાવે છે, અને આવાં સ્તોત્ર-સ્તવને ભક્તની ભક્તિભાવનાની ઉચ્ચતા કિંવા વિશિષ્ટતાનો ખ્યાલ આપે છે. જેને સાધુવારે કેના ગુણાનુવાદ ગાય છે, કેવા ગુણાનુવાદ કરે છે અને તેઓની આંતર અભિલાષા કેટલી નિર્મળ, કેટલી પવિત્ર અને કેટલી ઉચ્ચ કોટિની હોય છે, એ બધું સ્તોત્ર-સ્તવનના અવલોકનથી જાણી શકાય છે. કોઈ પણ દર્શન સાહિત્યમાં અને વિશેષે કરીને જૈન દર્શનને સાહિત્યમાં તેત્ર-સ્તવનું સ્થાન ઘણું જ ઉંચું છે. કહેવાદ્યો કે સ્તોત્ર-સ્તવન એ ધર્મ સાહિત્યનું એક વિશિષ્ટ અંગ છે. ભક્તાત્માઓ જ્યારે મધુર સદે પરમા મ મૂર્તિમાં લિન બનીને સ્તોત્ર-સ્તવને ગાય છે, ત્યારે તેમાંથી રચનારની કાવ્યચાતુર્યતા અને બેલનારની પવિત્રતા નિ ઝરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org