________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન
[ પ૩૯
-
-
,
,
-
-
- - - -
-
-
-
I
(
તુજથી અવર ન કોય અધિક જગતી તળે, લલના. જેહથી ચિત્તની વૃત્તિ એકાંગી જઈ મળે; લલના. દીજે દરશણ વાર ઘણું ન લગાવીએ, લલના. વાતલડી અતિ મીઠી તે કિમ વિરમાવીએ. લલના. તું જે જળ તે હું કમળ કમળ તે હું વાસના, લલના. વાસના તે હું ભમર ન ચૂકું આસના લલના. તું છોડે પણ હું કેમ છોડું તુજ ભણી, લલના. લોકોત્તર કે પ્રીત આવી તુજથી બની. લલના. ધુરથી શ્યાને સમકિત દઈને ભેળ, લલના. ખેટે હવે કિમ જાઉં દિલાસે ઓળ; લલના. જાણી ખાસો દાસ વિમાસો છો કિશું, લલના. અમે પણ ખિજમત માંહિ ખોટા કિમ થાયછ્યું. લલના. ૫ બીજી બેટી વાત અમે રાચું નહિ, લલના. મેં તુજ આગળ માહરા મનવાળી કહી; લલના. પૂરણ રાખે પ્રેમ વિમાસો શું તમે, લલના. અવસર લહી એકાંત વિનવીએ છીએ અમે. લલના. અંતરજામી સ્વામી અચિરાનંદના, લલના. શાંતિકરણ શ્રી શાંતિજી માનો વંદના; લલના. તુજ સ્તવનાથી તન મન આણંદ ઉપજ, લલના. કહે મોહન મન રંગ પંડિત કવિ રૂપનો. લલના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org