________________
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
[ ર૭૫
દશ લાખ પૂરવ આઉખું, વ્રત એક સહસ પરિવાર, સમેતશિખર શિવપદ લહ્યું, ધ્યાઈ શુભધ્યાન ઉદાર રે, ટાલી પાતિક વિસ્તાર રે, હુઆ જગજનના આધારે રે. મુનિજન મન પિક સહકાર રે,
એ સાહિબ૦ ૩ મુનિ લાખ અઢી પ્રભુજી તણા, તેમ સંયમ ગુણહ નિધાન, ત્રિણ લાખ વર સાહણ વલી, અસીએ સાહસનું માન રે; કહે કવિઅણ જસ ગુણ ગાન, જિણે જીત્યા કોને માન રે, જેણે દીધું વરસીદાન રે, વરશ્યો જલધર અનુમાન રે. એ સા૦૪ સુર વિજય નામ બ્રકૂટી સુરી, પ્રભુ શાસન રખવાલ, કવિ જસવિજય કહે સદા, એ પ્રણમે પ્રભુ તિહું કાલ રે; જસ પદ પ્રણમે ભૂપાલ રે, જસ અષ્ટમી શશિ સમ ભારે, જે ટાલે ભવ જંજાલ રે.
એ સાહિબ૦ ૫
(૩૪૬ ) શ્રી ચંદ્રપ્રભ જિનરાજ રાજે, વદન પૂનમચંદ રે; ભવિક લેક ચકોર નીરખત, લહે પરમાનંદ ૨. શ્રી ચંદ્રપ્રભ૦૧ મહામહે મહિમાએ જશ ભર, સરસ જસ અરવિંદ રે; રણઝણે કવિજન ભમર રસિયા, લહે સુખ મકરંદ રે. શ્રી૨ જસ નામે દેલત અધિક દીપે, ટળે દેહગ દંદરે; જસ ગુણ કથા ભવ-વ્યથા ભાજે, ધ્યાન શિવતરૂ કંદરે. શ્રી. ૩ વિપુલ હૃદય વિશાલ ભુજ યુગ, ચલિતિ ચાલ ગદ રે; અતુલ અતિશય મહિમ મંદિર, પ્રણમત સુરનર છંદ રે. શ્રી ૪ ૧ કોયલ. ૨ દુર્ભાગ્ય અને દુર્ગતિ એ બંનેને નાશ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org