________________
શ્રીપાળ રાજાનો રાસ.
વખતવંત મયણા સમી, નારી ન કો સંસાર; જેણે બેઉ કુલ ઉદ્ધર્યા, સતિ શિરોમણી સાર. વર પણ પુર્વે પામી, નરપતિ નિર્મલ વંશ; પુત્ર સિંહરથ રાયને, ક્ષત્રિયકુલ અવતંસ. રૂપસુંદરી રંગે જઈ, વાત સુણાવી સોય; નિજ બંધવ પુણ્યપાલને, તે પણ હરખીત હોય. ચતુરંગી સેના સજી, સાથે સબલ પરિવાર; તેજી તુરિય નચાવતા, અવલવેષ અસવાર. રતન જડિત ઝલકે ઘણાં, ધર્યા સૂરિયાં પાન; ઢોલ નગારાં ગડગડે, નેજા ફરે નિશાન. ભાણેજી વર જિહાં વસે, તિહાં આવ્યા તત્કાલ;
નિજ મંદિર પધરાવવા, પુણ્યવંત પુણ્યપાલ. અર્થ –આ પ્રમાણે કમળપ્રભા રાજમાતાના મુખથી કહેલી હકીકત સાંભળીને, તથા જમાઈને પવિત્ર-ઉત્તમ વંશ જાણીને રૂપસુંદરીના હૃદયમાં હર્ષ ઉભરાઈ આવ્યો. એથી ઉત્તમ પ્રશંસાનાં વચને કહેવા લાગી કે-“આ જમાનામાં આ મયણાસુંદરી સરખી બીજી કઈ મહા ભાગ્યવંત સ્ત્રી નથી, એમ કહું તો પણ ગેરવાજબી ગણાશે નહીં, કેમકે એણીએ પીયર અને સાસરાના કુળને પુનરોદ્ધાર કર્યો છે, તેમ જ પુણ્યની પ્રબળતા વડે જ પતિ પણ નિર્મળ વંશમાં ક્ષત્રિય કુળના મુકુટ સરખા સિંહરથ રાજાના કુંવરજીને પામી છે. ધન્ય છે એણના પુણ્યને ! અને ધન્ય છે એણીની ધર્મ દઢતાને !” ઈત્યાદિ પ્રશંસાવાકય કહી ત્યાંથી ઉઠી ઊભી થઈ ગ્ય શબ્દોમાં પિતાને પીયર જવાનું સૂચવી રૂપસુંદરી રંગ સહિત રવાના થઈ. અને પીયરમાં જઈ પિતાના ભાઈ પુણ્ય પાળને તેણીએ બધી વાત કહી સંભળાવી એથી તે પણ બહુ રાજી થયે. તથા તે પુણ્યવંત ભાણેજેજમાઈને પિતાના મહેલમાં પધરાવવા માટે હાથી ઘોડા રથ ને દિલનું લશ્કર તૈયાર કરી ઘણા પરિવાર સહિત તેજી કતલ ઘોડાઓને નચાવતા સુંદર પોષાકવાળી સવારે, અને રત્ન જડેલ ઝળકતી ઘણી સૂર્યમુખીઓ, ગડગડતાં ઢોલ નગારાઓના નાદ તથા ફરકતાં પંચરંગી તેજી નિશાન સહિત ભારે દમામથી ચાલતો ચાલતો જ્યાં ભાણેજ જમાઈ રહેતો હતો ત્યાં તુરત પુણ્યપાળ આવી પહોંચ્યા.
–૧ થી ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org