SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ખ’ડ ત્રીન્હે. ૧૫૭ હોય તે તે ફળી શકતું નથી; કેમકે ત્રણે કારણ રજુ છતાં ઉદ્યમની ખામી રહી, જેથી એ કારણેામાં ઉદ્યમની મેળવણીની પણ ખાસ જરૂર છે. અને એ ચારે કારણેા હાજર હોય છતાં ખેડૂતના કર્મ સારાં ન હોય; તે! કરેલી બધી મહેનત ધૂળમાં મળી જાય. મતલખ એજ કે દરેક કામમાં આ પાંચે કારણ મળે તે જ કાઇ પણ કાર્ય સિદ્ધ થાય છે. એ પાંચમાંથી એકની ખામી હોય તેા તેથી કાર્યસિદ્ધિ થતી નથી. એ પાંચે કારના મેલાપ કરાવી દેનાર ષ્ટિ હેતુરૂપ માઢુ પુણ્ય જ છે, તે પુણ્ય જ બધાએ સારા સયેાગોના પ્રપચ મેળવી દે છે, એથી સહુ કરતાં પુણ્ય એ જ મોટું છે. એ જ પુણ્યના યોગ વડે શ્રીપાળ કુંવર અને ત્રૈલોકયસુંદરીના સબધ જોડાયે. એવી રીતે શૃંગારસુંદરીની પ્રાપ્તિના પ્રબંધ હવે કવીશ્વર કહે છે. —૧ થી ૩ ઢાળ સાતમી—સાહિબ મોતીડા હમારેાએ દેશી. એક દિન રાજ સભાયે આવ્યા, ચર કહે અચરજ મુઝ મન ભાગ્યો; સાહિબા રંગીલા હમારા, મેહના રંગીલા હમારા. દલપત્તનના છે મહારાન્ત, ધરાપાલ જસ પખ બિહુ તા. સા॰ મા॰ ૧ રાણી ચારાશી તસ ગુણખાણી ગુણમાલા છે પ્રથમ વખાણી; સા પાંચ બેટા ઉપર ગુણપેટી, શૃંગારસુંદરી છે તસ બેટી. પધ્રુવ અધર હિરાત સતકુલ, અંગ ચગ કુચલ બહુ મૂલ; સા જંગમ તે છે મેહનવેલી, ચાલતી ચાલ જિસી ગુજગેલી. સા॰ મા॰ ૨ સા॰ મા॰ ૩ 66 અ:—એક દિવસ રાજસભાની અંદર એક જાસૂસ આવ્યા અને તે શ્રીપાલ કુવર પ્રત્યે કહેવા લાગ્યા હે ર‘ગીલા સાહેબ ! જે આશ્ચય મારા મનને પસંદ પડ્યું છે તે હું કહું છું માટે કૃપા કરી શ્રવણુ કરો. મેહનજી ! દલપત્તન નામનું શહેર છે. ત્યાં ધરાપાલ નામના રાજા કે જે મેસાળ અને આપ એ બેઉ પક્ષપડે મજબુત છે તે રાજ્ય કરે છે. તે રાજાને ગુણની ખાણ જેવી ચારાશી રાણીએ છે, તેમાં ગુણમાળા નામની પટરાણી છે. એ ગુણમાળાને પાંચ કુવરે ઉપર ગુણની પેટીરૂપ એક શૃગારસુંદરી નામની કુંવરી છે. જગતમાં જે માહનવેલી છે તે સ્થાવર, સ્થિર થઈ રહેલી હેાય છે, પણ શૃંગારસુંદરી તે જંગમહાલતી ચાલતી મેહનવેલી રૂપ છે; તેણીને નવપતૃવ સમાન લાલ અને સુકેામલ હાડરૂપ પત્ર છે, ઉજળી દાંતની પંક્તિરૂપ શ્વેતપુષ્પ છે, અને સ્તન યુગલરૂપ રસભરત સુંદર ફળ છે, એથી તેણીનું અંગ સૌદર્યંતાવાળું દેખાય છે, અને જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy