________________
શ્રીપાળ રાજાને રાસ.
ચોસઠ કળા શીખવા પ્રતિજ્ઞા કરીને સદરહુ કુંવરીઓનાં મનાં દર્શન કરવા તથા કળાઓને અભ્યાસ કરવા ફેરે મારવા લાગ્યા. મતલબ એ કે એવી એ બન્ને રાજબાળાઓ શ્રેષ્ઠ કળા સંપન્ન હતી. (૧૦ થી ૧૪)
મયણાસુંદરી મતિ અતિ ભલી, જાણે જિન સિદ્ધાંતલલના; સ્યાદવાદ તસ મન વસ્યો, અવર અસત્ય એકાંત લલના. દેશ૦ ૧૫ નય જાણે નવતત્ત્વના, પુલ ગુણ પર્યાય લલના; કર્મગ્રંથ કંઠે કર્યા, સમકિત શુદ્ધ સુહાય લલના. દેશ૦ ૧૬ સૂત્ર અર્થ સંધયણનાં, પ્રવચનસારેદ્દાર લલના; ક્ષેત્રવિચાર ખરા ધરે, એમ અનેક વિચાર લલના. દેશ૦ ૧૭ રાસ ભલો શ્રીપાલને, તેહની પહેલી ઢાલ લલના; વિનય કહે શ્રોતા ઘરે, હોજે મંગલ માલ લલના. દેશ૦ ૧૮
અર્થ –જે કે ઉપર કહ્યા પ્રમાણે બંને રાજબાળાએ વ્યવહારિક કેળવણમાં સમાન હતી, તે પણ ધાર્મિક કેળવણમાં તે બંને વચ્ચે જબરો તફાવત હતો, એટલે કે મયણાસુંદરીની બુદ્ધિ ધર્મ તત્વની બારીકી જાણવા-માનવામાં ઘણું જ સારી હતી, કેમકે તે જિનેશ્વર દેવનાં પ્રરૂપેલાં સિદ્ધાંતો જાણતી હતી અને તેથી તેણીના મનમાં નિશ્ચય, વ્યવહાર, ઉત્સર્ગ અને અપવાદ–એ રૂપ સ્વાવાદ શિલી વાસ કરી રહી હતી અને બીજા એકાંતવાદીઓના માર્ગ તથા કથનને અસત્ય જુડાં માનતી હતી. તેમ જ નવતત્ત્વ કે જે જીવ, અજીવ, પુષ્ય, પાપ, આવ, સંવર, નિજેરા, બંધ અને મોક્ષ એ કહેલા છે. તેઓને નિશ્ચય અને વ્યવહારે નય સહિત સંઘયણના અર્થ, પ્રવચનસારોદ્વાર અને ક્ષેત્ર સંબંધી વિચારથી પરિપૂર્ણ ક્ષેત્રસમાસ પ્રકરણ વગેરે અનેક વિચારના ગ્રંથ સારી પેઠે વાંચી વિચારી મનન કરી મુખપાઠ કરી લીધા હતા, તેથી તેનું શુદ્ધ સમકિત વડે શોભાવંત થઈ હતી. અર્થાત્ તેણીને શુદ્ધ સમકિત દર્શનની જ વાત પસંદ હતી, અને સુરસુંદરી, તેણના તત્ત્વજ્ઞાનથી તદ્દન વિરૂદ્ધ વિચાર ધરાવતી હોવાને લીધે તે બંનેની અંતરંગ વૃત્તિમાં બહુ જ અંતર હતા. આ શ્રીપાલ રાજાના રાસની પહેલી ઢાલ છે, કવિ વિનયવિજયજી ઉપાધ્યાય કહે છે કે-હું અંતઃકરણપૂર્વક ચાહું છું કે આ રાસ સાંભળનારાઓને ઘેર મંગળકમાળા થજે. (૧૫ થી ૧૮)
દોહરા છંદ એક દિન અવનિપતિ ઈ, આણી મન ઉલ્લાસ પુત્રીનું જોઉં પારખું, વિદ્યા વિનયવિલાસ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org