SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નિપુણપ્રભસૂરિ મહારાજાની જીવન સુવાસ મેવાડના વસી ગામમાં સુબાવક ખરતાજીને ત્યાં નવલમલજી તરીકે સંવત ૧૯૬૦ ને જેઠ સુદ ૧૪ ના જન્મ લઈ સુરત પાસે મરેલી ગામમાં તેમના ફેઈને ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું. ૧૬ વર્ષની વયે સુરતના ધર્મનિષ્ઠ વ્રતધારી સુશ્રાવક શ્રી કૃષ્ણાજી જોધાજીને ત્યાં રહેતા ધર્મપ્રેરણા મેળવી વ્રત પચ્ચક્ખાણ સામાયિક પૌષધમાં જોડાયા વિક્રમ સંવત ૧૯૮૦ માં સુરત ગોપીપુરામાં પં. શ્રી પદ્મમુનિજી મહારાજા પાસે ઉપધાન કર્યા. ત્યાં દીક્ષાની ભાવના થઈ અને સંવત ૧૯૮૪નાં મહા વદ ૩નાં શ્રી શત્રુંજ્યાવતાર કતારગામ તીર્થમાં દીક્ષા થઈ. નામકરણ પૂ.પં. શ્રી કનકમુનિજી ગણિવરના શિષ્ય શ્રીનિપુણમુનિજી મહાજ થયા. પૂ. શ્રી મોહનલાલજી મહારાજનાં શિષ્ય પૂ. શ્રી દેવમુનિજી મ. પાસે વૈયાવચ્ચ ભક્તિ કરતાં આગમસૂત્રોનું વાંચન કર્યું. પં. શ્રી કીતિ મુનિજી મ. તથા પં. શ્રી હીરજીમુનિજી મ. તથા પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મ. પાસે ગોર્વહન કર્યા. સંવત ૨૦૧૨ માં સુરત વડાચૌટામાં પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી પાસે પન્યાસ પદવી થઈ સં. ૨૦૧૮ માં મુંબઈ લાલબાગ ચોમાસુ કરી પૂ. શ્રી મોહનલાલજી સ્મૃતિ ગ્રંથ પ્રગટ કરાશે. સં. ૨૦૨૩ નાં ચિત્ર વદ ૭ ને તા. ૩૦-૩-૧૯૬૭માં પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી આદિ પાંચ આચાર્યની નિશ્રામાં આચાર્ય પદવી થઈ અને સમેત શિખરજીનાં તથા કલકત્તાથી પાલીતાણા સંઘમાં પધાર્યા. વિહારમાં પણ શ્રી વર્ધમાન તપની ઓળીઓ ચાલુ રાખી ૧૧૦ ઓળી સુધી પહોંચ્યા. અંતિમ પણ વિહારા ચાર ઉપવાસ કરી. . ૨૦૩૯ નાં ફાગણ વદ ૨ ને બુધવાર તા. ૩૦-૩-૮૩ નાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. શ્રી વર્ધમાન તપનાં આરાધક ઉદ્મવિહારી, તપસ્વી મુરિદેવને કેટીશઃ વંદના. આ. ચિદાનંદસૂરિનાં શિખ કિર્તિસેન મુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy