SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પહેરાવ્યાં. રત્ન જડેલા સેાનાનાં થાળમાં જાતજાતના પકવાન અને બીજી અનેક વાનગી જમાડી. જમ્યા પછી આખા રાજમહેલ સાથે લઈ જઈને બતાવ્યો. વિવિધ કળામય વસ્તુએ નીરખીને ભીલને એમ જ લાગ્યું કે જાણે પાતે કાઈ જાદુઈ દુનિયામાં ઘૂમી રહ્યો છે. સભા મંડપમાં લાવી તેને વિનાદ કરાવવા નાટક વગેરે તમાશાએ બતાવ્યા. અને નાચર`ગ ગેાઠવ્યા. અને રાજસુંદરીને આજ્ઞા કરી કે, “અટવીમાં આ ઉપકારી પુરૂષ મારા પ્રાણ બચાવ્યા છે, માટે તારે તેની સુંદર સેવા કરવી.” રાજાની આજ્ઞાથી સુંદરીએ તેને વિવિધ ભાગવિલાસે કરાવ્યા. આ સુખ-સમૃદ્ધિ એણે જીવનમાં પહેલી જ વાર જોઈ હતી. કે જેની સ્વપ્નમાં પણ એણે કલ્પના ન હતી. એક દિવસે તે પેાતાનું કુટુંબ યાદ આવ્યું. સાથે સાથ પોતાના આ વિચિત્ર આનંદને અનુભવ પેાતાના કુટુબીઓને કહી સંભળાવવા એનું મન તલસી રહ્યું હતું, કેમકે છેવટે તા એ ભીલ-પુત્ર જ હતા ને! અને એક દિવસ કેાઈને કઈ કહ્યા વગર જ છાને માન પેાતાના વન તરફ ક્રેાડી ગયા ! ત્યારે જાણે પોતાના પગ ધરતીને અડતા જ ન હતા. જાણે હવામાં ઊડતા હાય તેમ એ જગલમાં જલદી જલદી આવી પહોંચે. સ્વજનાને મળીને તેમની આગળ પોતે અનુભવેલાં આનંદ અને વૈભવનું વર્ણન કરવા લાગ્યેા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy